નાદુરસ્ત તબિયત હોવા છતાં અડવાણી અયોધ્યા આવશે

  • January 11, 2024 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્ર્રીય કાર્યકારી પ્રમુખ આલોક કુમારે દાવો કર્યેા છે કે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિા સમારોહમાં હાજરી આપશે. આલોક કુમારના જણાવ્યા અનુસાર, લાલકૃષ્ણ અડવાણી તેમની વધતી જતી ઉંમરને કારણે તમામ કાર્યક્રમોમાં હાજરી આપી શકતા નથી, પરંતુ તેઓ ૨૨મીએ યોજાનાર કાર્યક્રમમાં ચોક્કસ હાજરી આપશે. આલોક કુમારે કહ્યું કે , અમે ખુશ છીએ કે ૯૬ વર્ષની ઉંમરે અને તબિયત સારી ન હોવા છતાં, તેમણે આમંત્રણ સ્વીકાયુ છે.

આ અગાઉ, ભાજપના ભૂતપૂર્વ સાંસદ અને રામ મંદિર આંદોલનમાં સહભાગી, રામ વિલાસ વેદાંતીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને અભિષેક સમારોહ માટે લાલ કૃષ્ણ અડવાણીને અયોધ્યા લાવવાની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી. રામવિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, લાલકૃષ્ણ અડવાણીએ રામ મંદિર આંદોલનમાં મોટું યોગદાન આપ્યું હતું. તેમણે રામ લલ્લાને પોતાની આંખે પ્રાણ પ્રતિા જોવી જોઈએ. તેથી તેમને ગર્ભગૃહ સુધી લાવવાની વ્યવસ્થા કરવી જોઈએ.

આ અગાઉ રામ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે માહિતી આપી હતી કે ભાજપના વરિ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશી વય સંબંધિત સમસ્યાઓના કારણે રામ મંદિરના પ્રાણ પ્રતિા કાર્યક્રમમાં ભાગ લેશે નહીં. ચંપત રાયે આ બંને નેતાઓ વિશે કહ્યું હતું કે તેઓ પરિવારના વડીલ છે, તેમની તબિયતને ધ્યાનમાં રાખીને તેમને અહીં ન આવવા વિનંતી કરવામાં આવી હતી, જે તેમણે સ્વીકારી લીધી હતી. અયોધ્યામાં ૧૪ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી સુધી અમૃત મહોત્સવ ઉજવાશે. ૨૨ જાન્યુઆરીના રોજ યોજાનાર પ્રાણ પ્રતિા કાર્યક્રમમાં એક લાખથી વધુ ભકતો આવવાની અપેક્ષા છે. આ કાર્યક્રમ માટે અનેક રાજકીય નેતાઓ, ઉધોગપતિઓ, ખેલૈયાઓ અને સેલિબ્રિટીઓને આમંત્રણ મોકલવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application