ભારતીય ખેલાડીઓના ઓલિમ્પિક ડ્રેસમાં ડિઝાઇનરે ન કર્યો કોમન સેન્સનો ઉપયોગ, ભૂતપૂર્વ સ્ટારે વ્યક્ત કરી નારાજગી

  • July 29, 2024 02:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​પેરિસ ઓલિમ્પિક્સ 2024 શરૂ થઈ ગઈ છે. રવિવારે શૂટર મનુ ભાકરે ભારતનો પહેલો મેડલ જીત્યો હતો. મનુ ભાકરે શૂટિંગમાં 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો અને તે શૂટિંગમાં ભારત માટે મેડલ જીતનારી પ્રથમ મહિલા બની હતી પરંતુ આ દરમિયાન ભારતીય એથ્લેટ્સ બીજી સમસ્યાનો સામનો કરી રહ્યા છે અને તે છે તેમના ડ્રેસની ગુણવત્તા.


પેરિસ ઓલિમ્પિક 2024ની ઓપનિંગ સેરેમની દરમિયાન ચાહકો ભારતીય એથ્લેટના ડ્રેસને લઈને નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. ભારતીય ટીમના કપડાંને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી હતી.


આ એપિસોડમાં ભૂતપૂર્વ અનુભવી બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટાએ સોશિયલ મીડિયા પર ભારતીય ટીમના કપડાની ટીકા કરીને પોતાની નિરાશા વ્યક્ત કરી છે. તેણે કપડા ડિઝાઇન કરનારાઓની ટીકા કરતા કહ્યું કે તેની ગુણવત્તા ઘણી નબળી હતી, જે ભારતીય ખેલાડીઓ માટે શરમજનક બાબત છે.

જ્વાલા ગુટ્ટાએ ભારતીય ટીમના કપડા અંગે નારાજગી વ્યક્ત કરી


પૂર્વ ભારતીય બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા ભારતીય ટીમના કપડાથી ઘણી નિરાશ છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેને ડિઝાઈન પાસેથી આશા હતી કે તે સારા કપડા ડિઝાઈન કરશે, પરંતુ એવું થયું નહીં.


તેણે કહ્યું કે આ વખતે ઓલિમ્પિક માટે બનાવેલા કપડાં ખૂબ જ નિરાશાજનક હતા. ખાસ કરીને, તેણે નોંધ્યું કે બધી છોકરીઓને સાડી કેવી રીતે પહેરવી તે આવડતી નથી, અને શા માટે ડિઝાઇનરોએ પ્રી-ડ્રેપ્ડ સાડીઓ બનાવતા નથી, જે આજકાલ ટ્રેન્ડમાં છે.


X પર ગુસ્સો વ્યક્ત કરતા જ્વાલાએ લખ્યું કે આ વખતે ઓલિમ્પિકમાં ભાગ લઈ રહેલી ભારતીય ટીમ માટે બનાવેલા કપડાં ખૂબ જ નિરાશાજનક હતા અને કની પણ વિચાર્યા વગર જ બનાવી નાખ્યા છે. સૌ પ્રથમ બધી છોકરીઓ સાડી કેવી રીતે પહેરવી તે જાણતી નથી.. શા માટે કોમન સેન્સનો ઉપયોગ કરીને પ્રી-ડ્રેપ્ડ ડિઝાઇનમાં સાડી બનાવવામાં આવી નથી? છોકરીઓ અસ્વસ્થ દેખાતી હતી અને બ્લાઉઝનું ફિટિંગ પણ બરાબર ન હતું.


તેણે આગળ લખ્યું કે બીજુ રંગ અને પ્રિન્ટ જોઈએ તો તે ભારતીય સુંદર રંગથી સંપૂર્ણપણે અલગ હતા. ડિઝાઇનએ એમ્બ્રોઇડરી અથવા હેન્ડ-પેઇન્ટ દ્વારા આપણી સંસ્કૃતિની કળાને પ્રતિબિંબિત કરવાની આ મોટી તક હતી. તે સાવ સામાન્ય કામ હતું અને આ ડીઝાઇન કરેલા કપડા ચીંથરેહાલ દેખાતા હતા. મને આશા છે કે રમત પરિવાર કોર્ટમાં અને કોર્ટ બહાર અમારા ખેલાડીઓની ગુણવત્તા સાથે સમાધાન કરવાનું બંધ કરશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application