વર્ષ ૨૦૧૯માં યોજાયેલી લોકસભાની બેઠકમાં ભાજપ કોંગ્રેસ સહિત ૪૩ પક્ષ અને ૧૯૭ અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝુકાવ્યું હતું પરંતુ ચૂંટણીના પરિણામ આપ્યા બાદ ભાજપ કોંગ્રેસ સિવાયના ઉમેદવારોની ડિપોઝિટ જ થઈ હતી લોકસભાની ચૂંટણી પૂર્વે અત્યારથી જ રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે. ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ સિવાય સમજૂતી વાળી બેઠક પર આપ મેદાનમાં રહેશે આ ઉપરાંત અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણીમાં ઝુકાવશે.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૩૭૧ જેટલા ઉમેદવારો ૨૬ લોકસભા બેઠક માટે જુકાવ્યું હતું તેમાંથી ભાજપ અને કોંગ્રેસ સિવાય બધા અપક્ષ ઉમેદવાર અને તમામ પક્ષના ઉમેદવારોની ડિપોઝિટ જ થવા પામી હતી ભાજપ કોંગ્રેસ સહિત ૪૩ જેટલી વિવિધ પાર્ટીઓ એ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા.
લોકસભા સમયે એવા પક્ષના ઉમેદવારો પણ મેદાનમાં હોય છે જેમાંથી મોટાભાગનાને મતદારો જાણતા હોતા નથી. ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટી, આંબેડકર નેશનલ કોંગ્રેસ, ભારતીય નેશનલ જનતા દળ, ભારતીય માનવાધિકાર ફેડરલ પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી, જન સત્ય પથ પાર્ટી, પિરામિડ પાર્ટી ઓફ ઇન્ડિયા, પ્રજાતત્રં આધાર પાર્ટી, સંયુકત વિકાસ પાર્ટી, સ્વતત્રં ભારત સત્યાગ્રહ પાર્ટી, વ્યવસ્થા પરિવર્તન પાર્ટી, રાષ્ટ્ર્ર વિકાસ ઝુંબેશ પાર્ટી વગેરેનો સમાવેશ થાય છે.
અત્યારે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેનું ગણિત શ થઇ ગયું છે. પક્ષો દ્રારા હરીફ ઉમેદવારના મત ઓછા કરવા કેટલાક ઉમેદવારોને વ્યૂહાત્મક રીતે ઉભા કરવામાં આવતા હોય છે. જોકે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૩૭૧ જેવી મોટી સંખ્યામાં ૨૬ બેઠક માટે ઉમેદવારો મેદાનમાં હતા, તેમાંથી ભાજપ અને કોંગ્રેસ સિવાય બધા અપક્ષ ઉપરાંત તમામ પક્ષના ઉમેદવારોની ડિપોઝિટ જ થવા પામી હતી.
ભાજપ, કોંગ્રેસ સહિત ૪૩ જેટલી વિવિધ પાર્ટીના ઉમેદવારો ચૂંટણી લડા હતા. લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઇ, પરંતુ ભાજપ–કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષના તમામ ઉમેદવારો પણ હજુ સુધી નક્કી થઇ શકયા નથી.છેલ્લી બે ચૂંટણીથી તમામ બેઠકો પર ભાજપની કલીન સ્વીપ થાય છે તે જોતા ૨૦૧૯ની સરખામણીમાં ૨૦૨૪ની ચૂંટણીમાં ઉમેદવારો ઓછા ચૂંટણીમાં ઉભા રહે તેવી સંભાવના છે.
ભાજપ દ્રારા ૨૦૧૯માં ૬ મહિલા અને ૨૦ પુષ ઉમેદવારો સહિત ૨૬ અને કોંગ્રેસ દ્રારા ૧ મહિલા અને ૨૫ પુષ ઉમેદવાર ચૂંટણી લડા હતા. કોંગ્રેસના ઉમેદવારો એકપણ બેઠક જીતી શકયા ન હતા, પરંતુ એકપણ ઉમેદવારની ડિપોઝિટ જ થવા પામી ન હતી. કુલ ૪૩ પક્ષમાંથી ૪૧ પક્ષના ઉમેદવારોએ ડિપોઝિટ ગૂમાવી હતી. ૧૯૭ અપક્ષ ઉમેદવારની પણ ડિપોઝિટ જ થવા પામી હતી.
આ વખતે પણ જે રીતનો માહોલ છે તે જોતા બે–ત્રણ બેઠકને બાદ કરતા ભાજપના ઉમેદવારો અત્યારથી જ સરસાઇ ધરાવતા હોય તેવી સ્થિતિ છે. ગત વખતે અન્ય તમામની ડિપોઝિટ જ થઇ હતી તે જોતા આ વખતે કેટલા ઉમેદવારો લોકસભા ચૂંટણી જંગના મેદાનમાં છેલ્લ ે કેટલા ઉમેદવારો મેદાનમા રહેશે તે સવાલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગામડું ફરી વાઇબ્રન્ટ બનવાનું છે: કેન્દ્રીય મંત્રી ડો.માંડવીયા
March 31, 2025 11:04 AMગીરસોમનાથ જિલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૧૩૭ શખસો સામે કરાઇ કાર્યવાહી
March 31, 2025 11:02 AMવિસાવદર બેઠકમાં ચમરબંધીને ભોં ભેગા કરી દેવા મતદારો અચકાતા નથી
March 31, 2025 11:00 AMહળવદ સરા ચોકડીએ પિકઅપ વાનમાં ક્રુરતાપૂર્વક લઇ જતાં પાડા બચાવ્યા
March 31, 2025 10:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech