સલાયામાં જૂના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ કરાયું ડીમોલેશન

  • March 11, 2024 10:31 AM 

સલાયામાં છેલા ઘણા સમયથી રેલ્વે દ્વારા તંત્રને સાથે રાખી અને જુના રેલ્વે સ્ટેશન પાસેના રેલવેની જગ્યાના સર્વે કરાયા હતા. ઘણા વર્ષો પહેલા અહી ટ્રેન આવતી હતી જેનું રેલ્વે સ્ટેશનનું સ્ટ્રક્ચર પણ હજુ ઉભુ છે. આ રેલ્વે સ્ટેશનમાં રોજ એક ટ્રેન આવતી તેમજ સલાયામાં મીઠાનું ઉત્પાદન થતું હોઈ માલ ગાડી પણ આવતી, બાદમાં આ સ્ટેશનને બંધ કરાયું હતું.


હાલમાં જ રેલ્વે દ્વારા ફરી ટ્રેન ચાલુ થવાની હોઈ એવી જાણકારી પ્રાપ્ત થઈ હતી  જે અનુસંધાને આં રેલવેની જગ્યામાં થયેલ અનઅધિકૃત દબાણોને નિયમ અનુસાર હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. અને સબંધિત તંત્રને સાથે રાખી દબાણકારોને નિયમ મુજબ નોટિસો અપાઈ હતી. જે બાદ તારીખ 12 નાં રોજ અધિકારીક લેટર સાથે પશ્ચિમ રેલ્વે દ્વારા પોલીસ,નગર પાલિકા,કલેકટર વગેરે કચેરીને જણાવાયું હતું કે તારીખ 15 અને 16 જાન્યુઆરી ના રોજ આં અનઅધિકૃત દબાણો હટાવવામાં આવશે. પરંતુ કોઈ કારણોસર એ ડીમોલેશન કાર્ય મોકૂફ રહ્યું હતું.

બાદમાં આજરોજ સવારથી જ પી.આઈ. તથા ચાર પીએસઆઈ ના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આં રેલ્વેની જગ્યામાં થયેલ અનઅધિકૃત દબાણો હટાવવા કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.જેમાં સલાયા રેવન્યુ સર્વે નંબર 93 તેમજ રેલવે લાઈન અને રેલ્વે સ્ટેશનની જગ્યામાં જે દબાણો થયા છે એ હટાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે હાલ ચાલુ છે. હજારો મીટર જગ્યામાં ગેરકાયદેસર દબાણો થયા હોઈ જે હટાવવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.દ્વારકા જિલ્લા એસપી શ્રી નિતેશ પાંડે સાહેબના સતત માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. હાલ કોઈ અનિચ્છનિય બનાવ બનેલ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News