ટાટોડી વાડીથી ઘાંચીની ખડકી સુધી ડીપી રોડ કરવા માટે પાડતોડ શરુ

  • January 02, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૅગા ઑપરેશનમાં શહેરના ખોજાનાકા તરફ જતાં રસ્તા પર ર૪ મીટર ડીપી રોડની અમલવારી માટે તંત્રનું કડક વલણ: મજબૂત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

જામનગર શહેરમાં બેડીમાં ગેરકાયદે બાંધકામ ઉપર તંત્ર દ્વારા બૂલડોઝર ફેરવી દીધાં બાદ ટીટોડી વાડીથી ઘાંચીની ખડકી સુધી ગેરકાયદે બાંધકામો દૂર કરવા આજે મૅગા ડિમોલિશન શરુ કરાયું છે અને કોઈપણ જાતનો અનઈચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સવારથી જ આ મૅગા ઑપરેશન શરુ કરી દેવાતાં દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે.
મ્યુનિ.કમિશનર દિનેશ મોદીની સૂચનાથી આજ વહેલી સવારના ૮થી જામનગરના ખોજાનાકા તરફ જતાં રસ્તા પર ર૪ મીટર ડીપી રોડની અમલવારી કરવાની હોય ટીટોડા વાડીથી ઘાંચીની ખડકી સુધી અનેક ગેરકાયદે દબાણો ખડકાઈ ગયાં હતાં, આ દબાણ દૂર કરવા કોર્પો.એ અવાર-નવાર નોટિસ આપી હતી, પરંતુ દબાણકારોએ દબાણો દૂર નહીં કરતાં આખરે મ્યુનિ.કમિશનરે તમામ દબાણો તત્કાળ દૂર કરવા આદેશ કર્યો છે.
આજ સવારથી જ પોણો કિમીના રસ્તામાં એટલે કે, ટીટોડી વાડીથી લઈને ઘાંચીની ખડકી સુધીમાં ૮ મોટા મકાન અને બાકીના વાડા તેમજ કેટલીક દિવાલો ઉપર સવારથી બૂલડોઝર ફેરવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ કાર્યવાહીમાં સિટી ઈજનેર ભાવેશ જાની, એસ્ટેટના મુકેશ વરણવા, નીતિન દિક્ષિત, સોલિડ વૅસ્ટના કેતન કટેશિયા, સુનિલ ભાનુશાળી, યુવરાજસિંહ સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ બંદોબસ્તમાં સિટી ‘એ’ના પીઆઈ એન.એ. ચાવડા, પીએસઆઈ વાળા સહિતનો સ્ટાફ જોડાયો હતો.
જામનગરમાં હવે ટીપી-ડીપીના રસ્તા પહોળા કરવાનું અભિયાન શરુ થઈ ગયું છે, સવારથી જ આ અભિયાનમાં પાડતોડ શરુ કરાઈ છે. જેસીબી અને મહાપાલિકાના સ્ટાફ દ્વારા પાડતોડની કામગીરી શરુ કરી દેવાઈ છે.
આ કાર્યવાહી શરુ થતાં જ લોકોના ટોળાં ઉમટ્યાં હતાં, પરંતુ દબાણ દૂર કરવાની કાર્યવાહી ઝડપભેર શરુ કરી દેવામાં આવી છે અને સાંજ પડ્યે ર૪ મીટર રોડ કરવા માટેના દબાણો દૂર થઈ જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application