જામનગરમાં વહેલી સવારે દરગાહનું ડિમોલિશન: ગેરકાયદે દબાણ દૂર કરાયું

  • October 29, 2024 11:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને ડીએમસી સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા: રણજીતસાગર રોડ પર આવેલી બારીયાપીરની જગ્યા પર વહીવટી તંત્ર, જામ્યુકો અને પોલીસ તંત્રનું સંયુકત ઓપરેશનઆજકાલ પ્રતિનિધિ

આજે વહેલી સવારે રણજીતસાગર રોડ પર લગભગ ત્રણેક દાયકાથી બનેલી બારીયાપીરની દરગાહ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, વહીવટી તંત્ર, જામ્યુકો અને પોલીસ તંત્રના આ સંયુકત ઓપરેશનમાં જાહેર કરાયા મુજબ ૫ હજાર ફત્પટ જગ્યાનું દબાણ દુર કરવામાં આવ્યું છે, બીલાડી પગે આખુ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે અને જયાં દબાણ હતું અર્થાત દરગાહ હતી ત્યાં આજે સવારે ખાલી મેદાન જોવા મળ્યું છે. બે જેસીબીની મદદથી બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું જેની આજે સવારે સુર્યેાદય સાથે લોકોને જાણ થઇ હતી.
રણજીતસાગર રોડ પર આવેલ દરગાહનું બાંધકામ અને તેની ફરતે દિવાલ વાળી દેવામાં આવી હતી, આ અંગે ગઇકાલે સાંજે ગુ રીતે એકશન પ્લાન ઘડાયો હતો અને વહેલી સવારે આ તોડપાડ કરવાનું નકકી થયું હતું, મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યૂં હતું કે, રણજીતસાગર રોડ પર આવેલી એક દરગાહનું વહેલી સવારે ડીમોલીશન કરવામાં આવ્યું છે અને આશરે તમામ બાંધકામ સહિત ૫ હજાર ફત્પટનું બાંધકામ દુર કરી દેવામાં આવ્યું છે, આ ઓપરેશનમાં જિલ્લા વહિવટી તત્રં વતી મામલતદાર, પંચ–બીના પીઆઇ રાઠોડ તથા તેમનો સ્ટાફ તેમજ એલસીબી, એસઓજીનો સ્ટાફ તેમજ કોર્પેારેશનના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતાં.
આજે સવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડીએમસી ડી.એન.ઝાલા, એસ્ટેટ અધિકારી મુકેશ વરણવા, નિતીન દિક્ષીત, સુનિલ ભાનુશાળી સહિતનો સ્ટાફ પણ આ ઓપરેશનમાં જોડાયો હતો, જાણવા મળતી માહિતી મુજબ રેવન્યુ સર્વે નં.૮૬૦ તથા રેવન્યુ સર્વે નં.૯૨૮ વચ્ચેનો આ રસ્તો ગાડા માર્ગ હતો અને આ રસ્તા ઉપર દરગાહ બનાવી લેવામાં આવી હતી.
જો કે વહેલી સવારે આ બાંધકામ તોડવા અંગે કોઇ ઝડપથી સતાવાર માહિતી આપવા તૈયાર ન હતું, ઓપરેશનની પણ સારી એવી ગુતા જાળવી રાખવામાં આવી હતી, કોર્પેારેશન વતી બે બુલડોઝરો અને સ્ટાફને આ તોડપાડની કામગીરીમાં જોડવામાં આવ્યો હતો, વહેલી સવારે અન્ કોઇ લોકોને ખબર ન પડે તે રીતે કોર્પેારેશનનો સ્ટાફ અને પોલીસ કર્મીઓ આ સ્થળે દોડી ગયા હતાં અને થોડીવારમાં જ આ ગુ ઓપરેશન પાર પાડયું હતું.
ગઇકાલે સાંજે જ આ ઓપરેશનનો તખ્તો ઘડવામાં આવ્યો હતો, જિલ્લા કલેકટર, મ્યુ.કમિશ્નર અને એસ.પી વચ્ચે ખાનગી રીતે વાતચીત પણ થઇ હતી અને કયાં–કયાં અધિકારીને આ ઓપરેશનમાં જોડવા તે નકકી થઇ ગયું હતું, આ ઉપરાંત સમગ્ર ઓપરેશન માટે પોલીસનો કાફલો ઉતારી દેવામાં આવ્યો હતો. લાંબા સમય બાદ આ પ્રકારનું સંયુકત ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ઉચ્ચ અધિકારીઓએ પણ માર્ગદર્શન આપ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application