રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્રારા લગાતાર ડિમોલિશનનો દોર ચાલુ રાખવામાં આવ્યો છે સમગ્ર શહેરમાં સંખ્યાબધં નોટીસો ઇસ્યુ કરવામાં આવી છે અને દરરોજ ત્રણે ઝોનમાં ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે જેમાં મુખ્યત્વે ટીપી સ્કીમ ના રિઝર્વેશનના પ્લોટ પરથી દબાણો હટાવવામાં આવી રહ્યા છે દરમિયાન આજે વાવડી નાના મહત્પવા રેલ નગર અને કોઠારીયા વિસ્તારમાં મેગા ડીમોલિશન કરી ૧૮૩ કરોડની જમીન ખુલી કરવામાં આવી હતી.
વિશેષમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે વાવડી ટીપી વિસ્તારના પ્લોટમાંથી એક મકાન, નાનામવામાં આલાપ સોસાયટી પાછળના ટીપી પ્લોટમાંથી એક ઓરડી, નાનામાવા મેઇન રોડ નજીક ધોળકિયા સ્કૂલની પાછળના પ્લોટમાંથી ૧૭ ઝૂંપડા, રેલનગરમાં સાધુવાસવાણી કુંજ રોડ ઉપરના પ્લોટમાંથી ફેન્સીંગ, કોઠારીયા રોડ ઉપર ટીપી સ્કીમના પ્લોટ માંથી એક ઓફિસ એક ઓરડી ચા ની એક હોટેલ તેમજ એક કેબિન તથા કોઠારીયા રોડ ઉપરના જ અન્ય એક પ્લોટ માંથી પતરાનો એક શેડ અને એક પ્લીન્થ સહિતના ૨૮ દબાણો દૂર કરાયા હતા કુલ ૩૨,૭૪૫ ચોરસ મીટર જમીન જેની અંદાજિત કિંમત પિયા ૧૮૩.૧૭ કરોડ થાય છે તે ખુલ્લી કરાવાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech