મવડી અને મોટામવા ટીપી સ્કિમમાં ડિમોલિશન 42.44 કરોડની જમીન, 18મીટરનો રોડ ખોલ્યા

  • February 15, 2024 04:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ દ્વારા આજે મવડી અને મોટા મવા ટીપી સ્કીમમાં ડિમોલિશન કરીને 42 કરોડની જમીન તેમજ 18 મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
વિશેષમાં ડિમોલિશનની વિગતો આપતા રાજકોટ મહાપાલિકાની વેસ્ટ ઝોન ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સ્ટાફના સૂત્રોએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશ અનુસાર અને ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અલગ-અલગ અનામત હેતું પ્લોટ પર થયેલ ગેરકાયદેસર દબાણ-બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં કુલ અંદાજે રૂ.42.44 કરોડની કિંમતની 5305 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી. મોટા મવા ટીપી સ્કીમ નં.24માં ભીમ નગર પાછળ આવેલા 18 મીટરના રોડ ઉપર દબાણ રૂપ રીતે બનાવાયેલી નડતરરૂપ એવી 110 મીટર લંબાઈની કમ્પાઉન્ડ વોલ ઉપર બુલડોઝર ફેરવી દઇ રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. સૂત્રોએ ઉમેર્યું હતું કે આ ઉપરાંત મવડી ટીપી સ્કીમ નંબર 28માં પરસાણા ચોક પાસે નવા 150 ફૂટ રિંગ રોડ નજીક આવેલા વાણિજ્ય વેચાણ હેતુના અંતિમ ખંડ નંબર 37-એ ઉપરથી અનઅધિકૃત દબાણ દૂર કરી 5305 ચોરસ મીટર જમીન ખુલી કરાઇ હતી, અહીં પ્રતિ ચોરસ મીટરનો અંદાજિત ભાવ રૂ.80 હજાર છે એ મુજબની ગણતરી એ કુલ રૂપિયા 42.44 કરોડની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ઉપરોક્ત ડિમોલિશનમાં વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનિંગ શાખાના તમામ આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ તેમજ જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ જોડાયો હતો તદ ઉપરાંત કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે વિજિલન્સ પોલીસના સ્ટાફે પણ સ્થળ ઉપર ઉપસ્થિત રહીને બંદોબસ્ત જાળવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application