કરોડોની જગ્યા ખુલ્લી કરાવવામાં આવ્યા બાદ બેટમાં હાલ ડીમોલીશન પુરું: અન્ય સ્થળો પર સરકારી જમીન પર ખડકાયેલા દબાણને દુર કરવા અગાઉ અપાયેલ નોટીસના અનુસંધાને ઓપરેશન આગળ વઘ્યું: પોલીસનો કડક બંદોબસ્ત
તંત્ર દ્વારા બેટદ્વારકા યાત્રાધામમાં 11 જાન્યુઆરીથી શરુ કરવામાં આવેલ મેગા ડીમોલીશન સાત દિવસ સુધી ચાલ્યું હતું જેમાં કુલ 398 સ્થળો પર ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યા છે જેનું ક્ષેત્રફળ 114132 થવા જાય છે જયારે કિંમતને આંકીએ તો 5911 30500 થવા જાય છે. આજ સવારથી દ્વારકાના ક્ષ્મણી મંદિર સામે સરકારી જગ્યા પર ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું, તેના પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દ્વારકામાં સરકાર દ્વારા વિકાસના ભાગપે કોરીડોર બનાવવામાં આવનાર છે તેથી મંદિરની આસપાસ તેમજ દ્વારકાથી શિવરાજપૂર બીચ સુધી હાઇવે પર ગેરકાયદેસર સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણોને દુર કરવાની કાર્યવાહી બેટ-દ્વારકા બાદ આજથી દ્વારકામાં પોલીસના ચૂસ્ત બંદોબસ્ત સાથે કરવામાં આવી છે જેમાં ક્ષ્મણી મંદિર સામે આવેલ એક ધાર્મિક સ્થળ પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી.
બેટ-દ્વારકામાં થયેલ ગેરકાયદેસર દબાણની વાત કરીએ તો ભીમસર તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ અત્યાર સુધીમાં 114132 જમીન ખુલ્લી કરવામાં આવી છે, બેટ દ્વારકામાં છેલ્લા સાત દિવસથી મેગા ડીમોલીશન તંત્ર દ્વારા શરુ કરવામાં આવ્યું હતું, અડધા અબજથી વધુ રકમની ગેરકાયદે દબાણ કરેલ જમીન ખુલ્લી કરવામાં આવી છે.
તંત્ર દ્વારા 62 રહેણાંક તથા અન્ય એક સહિત કુલ 63 દબાણો દુર કરવામાં આવ્યા હતાં, જેનું ક્ષેત્રફળ 13490 અને તેની કિંમત આંકીએ તો ા.60705000 થવા જાય છે. કુલ સાત દિવસમાં 398 સ્થળો પર તંત્રનું બુલડોઝર ફરીવળ્યું છે, જેનું ક્ષેત્રફળ 114132 અને તેની અંદાજીત કિંમત ા.591130500 થવા જાય છે.
છેલ્લા સાત દિવસમાં મેગા ડીમોલીશનની ડ્રાઇવ દરમ્યાન કોઇપણ સ્થળે અનિચ્છનીય બનાવ બન્યો ન હતો, તંત્ર તેમજ એસપી નીતેશ પાંડેયની દેખરેખ હેઠળ તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે. સરકારી જમીનો પરના દબાણો દુર થતાં હવે વિકાસના કાર્યોને વેગ મળશે.
બેટ-દ્વારકાની સાથોસાથ દ્વારકામાં પણ ચૂસ્ત બંદોબસ્ત સાથે આજ સવારથી જ બુલડોઝરની કાર્યવાહી શ કરવામાં આવી છે. દ્વારકા ક્ષ્મણી મંદિરથી ખોડીયાર ચેક પોસ્ટ સુધીના ગેરકાયદેસર દબાણો પર સરકારી બુલડોઝર ફરી વળશે. ખારા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો અંગે નોટીસો તંત્ર દ્વારા પાઠવવામાં આવી હતી છતાં આ દબાણ ન હટાવાતા આખરે તંત્ર દ્વારા આજ સવારથી જ દબાણ હટાવ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech