પીરોટન ટાપુ પરના ધાર્મિક સ્થળો પર તંત્ર દ્વારા ડિમોલીશન

  • January 13, 2025 10:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકાના એસડીએમ સહિતના અધિકારીઓ જોડાયા : ચુસ્ત પોલીસ પહેરા સાથે ગુપ્ત ઓપરેશન પાર પાડયુ


જામનગર નજીક બેડીના દરિયામાં આવેલા પિરોટન ટાપુ કે જ્યાં ધાર્મિક સ્થળ વગેરે ઊભા થઈ ગયા હતા. જે હકીકતમાં દબાણ હોવાનું તંત્રને ધ્યાનમાં આવ્યું હતું. જામનગરની હિન્દુ સેના સહિતના અનેક સંસ્થાના લોકોએ દબાણ દૂર કરવા માટેની રજૂઆતો કરી હતી.


દરમિયાન પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ઓપરેશનને પાર પાડ્યું હતું. જોકે આ કામગીરી ગુપ્ત રાખવામાં આવી છે, અને વહેલી સવારથી મોટી પોલીસ ટુકડી પીરોટન ટાપુ પર બોટ મારફતે પહોંચી હતી, અને ત્યાં ડિમોલેશન હાથ ધરી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. જે તમામ ધાર્મિક સ્થળના બાંધકામો દૂર કરી લેવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

રાજય સરકાર દ્વારા ગેરકાયદે દબાણો દુર કરવા અલગ અલગ જીલ્લાના ઉચ્ચ અધિકારીઓને સુચના આપવામાં આવી હતી જે અનુસંધાને અલગ અલગ સ્થળોએ આ પ્રકારના ગેરકાયદે દબાણો દુર કરવામાં આવી રહયા છે, દરમ્યાનમાં દ્વારકાના એસડીએમ અમોલ આવટે દ્વારા ગેરકાયદે જુના ધાર્મિક સ્થળોના દબાણ દુર કરવાની કાર્યવાહી તબકકાવાર લગત ટુકડીઓને સાથે રાખીને હાથ ધરવામાં આવી છે જે અનુસંધાને પીરોટન ટાપુ પર થયેલા દબાણો દુર કરવા આજે બીજા દિવસે પણ ગુપ્ત રાહે કામગીરી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application