જામનગરમાં સગીરની હત્યાના બન્ને આરોપીઓને કડક સજાની માંગણી

  • December 05, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરજી સમાજ  દ્વારા વિશાળ રેલી કાઢી એસપી-કલેકટરને અપાયું આવેદન

મચ્છુ કઠીયા સઇ સુથાર જ્ઞાતિ (દરજી સમાજ) દ્વારા ગઇ સાંજે વિશાળ રેલી કાઢી જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેકટર કચેરીમા આવેદન પત્ર પાઠવી તરુણની હત્યા નીપજાવનાર આરોપીઓને કડક સજા થાય તે અંગે માંગણી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જામનગરનાં ગુલાબનગર, મોહન નગર આવાસમા રહેતા ૧૬ વર્ષનાં તરૂણનું અપહરણ કરવામાં આવ્યા પછી તેની ગળું દબાવી ઘાતકી હત્યા નિપજાવ્યાં પછી મૃતેદેહને પેટ્રોલ છાંટી સળગાવાયો હતો. જેમાં તેના જ મિત્રો સંડોવાયા હોય પોલીસે બંનેની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ કૃત્ય આચરનારા બંને આરોપીઓને કડક સજા થાય તે માટે માંગણી કરતું આવેદન પત્ર દરજી સમાજ દ્વારા પાઠવાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application