ખંભાળિયાના આધેડ પાસે વ્યાજ સહિતની રકમ માંગીને મારી નાખવાની ધમકી આપતા શખ્સ સામે ફરિયાદ

  • August 13, 2024 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં સ્ટેશન રોડ વિસ્તારમાં રહેતા દિલીપભાઈ મૂળજીભાઈ નકુમ નામના 51 વર્ષના આધેડે હરસિધ્ધિ નગર વિસ્તારમાં રહેતા મહેન્દ્રભાઈ પ્રેમજીભાઈ ચોપડા (ઉ.વ. 56) પાસેથી થોડા સમય પૂર્વે 3 ટકાના વ્યાજ દરથી રૂપિયા બે લાખ વ્યાજે લીધા હતા. જે પૈકી ફરિયાદી દિલીપભાઈએ આરોપીને રૂપિયા એક લાખ 8 હજાર આપી દીધા હોવા છતાં પણ આરોપીએ વધુ રૂપિયા 2.30 લાખ આપવા માટે દિલીપભાઈને ફોન ઉપર બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ધોરણસર ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવે છે. આ અંગેની તપાસ પી.એસ.આઈ. વસાવાએ હાથ ધરી, આરોપીની અટકાયત કરી લીધી હતી.


ખંભાળિયા, દ્વારકામાં વિદેશી દારૂ સાથે મહિલાઓ સહિત ત્રણ ઝડપાયા


દ્વારકામાં રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા હાજરાબેન રજાકભાઈ બેતારા (ઉ.વ. 27) ને પોલીસે વિદેશી દારૂની 10 બોટલ સાથે તેમજ ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતા રોગ રેસમાં બેન અબ્દુલભાઈ દાઉદભાઈ અંગારીયા (ઉ.વ. 30) ને વિદેશી દારૂની 8 બોટલ સાથે ઝડપી લઈ, પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.


ખંભાળિયા પોલીસે નગર વિસ્તારમાં રહેતા નરેશ કાનજી માતંગ (ઉ.વ. 28) ને વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application