વર્ષ ૨૦૧૫માં થયેલા પાટીદાર અનામત આંદોલન માં યુવાનો પર કરાયેલા રાષ્ટ્ર્રદ્રોહના કેસ પરત ખેચાતા જેના ઘેરા પ્રત્યાઘાતો પડા છે.આ આંદોલન દરમિયાન હાર્દિક પટેલ, ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથીરિયા સહિતના નેતાઓ પણ ઉભરી આવ્યા હતા. જો કે, આ પાટીદાર અનામત આંદોલન દરમિયાન અનેક પાટીદારો સામે શાંતિ ડહોળવાનો પ્રયાસ તેમજ રાજદ્રોહ સહિત વિવિધ ફોજદા૨ી ધારાઓ હેઠળ ગંભીર ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.આ કેસ પરત ખેંચવાના પગલે ગાંધીનગરમાં ક્ષત્રિય આગેવાનોની બેઠક મળી હતી જેમાં પાટીદાર સમાજ સામેના કેસો પાછા ખેંચવાના નિર્ણય બાદ હવે અન્ય સમાજ દ્રારા પણ માંગણી કરવામાં આવી છે.
હાલ સ્થાનિક ચૂંટણીમાં સામાજિક પરિબળ અગત્યનું છે. રાયમાં પાલિકા– પંચાયતોની ચૂંટણી જાહેર થઇ છે અને મતદાન આડે એક અઠવાડીયું બાકી રહ્યું છે ત્યારે આ ચૂંટણીમાં સામાજિક સમીકરણો સૌથી મહત્વનો ભાગ ભજવે છે. અનેક બેઠકો પર જે તે સમાજનું પ્રભૂત્વ હોય આ ગુનાઓ પરત ખેંચવાની માંગ કરવામાં આવી રહી હતી. પાટીદારો સામે તબક્કાવાર કેસો પાછા ખેંચવાનો નિર્ણય સરકારે કર્યેા હતો.
પાટીદાર અનામત આંદોલન સંબંધિત કેસો પાછા ખેંચાયાના નિર્ણયના પગલે વિવિધ સમાજના આંદોલનો વખતે સમાજના લોકો પર થયેલા કેસો પણ પાછા ખેંચવા માટે વિવિધ સમાજના આગેવાનો દ્રારા માંગણી કરવામાં આવી રહી છે ત્યારે પધ્માવત ફિલ્મના વિરોધ વખતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને યુવાનો પર થયેલા કેસો પણ તાત્કાલિક પાછા ખેંચવા માટે ગાંધીનગરમાં મળેલી ક્ષત્રિય સમાજની બેઠકમાં માંગણી કરવામાં આવી છે. આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે.
રાય સરકાર દ્રારા એકતરફ હાલ સ્થાનિક સ્વરાય સંસ્થાઓની ચૂંટણી જાહેર થઇ છે અન ૧૬મીએ મતદાન થવાનું છે ત્યારે જ સરકારે પાટીદાર સમાજના લોકો પર થયેલા કેસો પાછા ખેંચી રાહત આપી છે. પરંતુ અન્ય સામાજિક આંદોલનો મામલે સરકાર દ્રારા કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
રવિવારે આ મામલે ગાંધીનગરમાં ગુજરાત રાયની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક મળી હતી. જેમાં ક્ષત્રિયો સામેના કેસો પરત ખેંચવા માટે માગણી કરાઈ છે. આ અંગે ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિનાં મુખ્ય સંકલન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, એક દિવસ પહેલા પાટીદાર આંદોલન વખતના પોલીસ કેસ પરત ખેંચવામાં આવ્યા છે. જેને અમે આવકારીએ છીએ. પરંતુ સંકલન સમિતિના પદાધિકારીઓએ ૧૦મી જાન્યુઆરીએ મુખ્યમંત્રી સાથે મિટિંગ કરી હતી. એ વખતે મુખ્યમંત્રીએ ખાત્રી આપેલ કે, ક્ષત્રિય અસ્મિતા આંદોલન,પધ્માવત ફિલ્મ તેમજ જે જે સમાજના આંદોલનનાં કેસો છે એ પરત લેવાયો નિર્ણય લીધો છે. તો આ બાબતે સરકારને વિનંતી કે તાત્કાલિક એની જાહેરાત કરવામાં આવે. અત્યાર હાલમાં ક્ષત્રિય યુવાનો અને સમાજ આગેવાનોમાં તીવ્ર રોષની લાગણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech