સિહોર વડલાચોકમાં પૂતળા દહન સાથે સાંસદ રામજીલાલ સુમનને સસ્પેન્ડ કરવાની માંગ

  • March 29, 2025 03:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સમાજવાદી પાર્ટીના રાયસભા સાંસદ રામજીલાલ સુમન દ્વારા મહારાણા સાંગા વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણી સામે રાજપૂત સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજયસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ સમજીલાલ સુમને મહારાણા સાંગાને ’ગદાર’ જેવા શબ્દોથી સંબોધ્યા હતા.
આ ટિપ્પણીને સિહોર તાલુકા સમગ્ર રાજપુત સમાજ, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ, અને કરણીસેના વિવિધ સંસ્થાઓએ વખોડી કાઢી હતી. તેમજ વડલાચોક ખાતે પૂતળા દહન સાથે જઙ સાંસદ રામજીલાલ સુમનને સરમેન્ડ કરવાની માંગ કરી હતી. કરણીસેનાના ઘનશ્યામ મૌરી વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજારંગદળના પ્રતિનિધિઓએ જણાવ્યું કે સુમનની ટિપ્પણી સત્યથી વેચળી અને પાયાવિહોણી છે.
તેમણે રાજ્યસભાની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે. આ ટિપ્પાણીથી માત્ર રાજપૂત સમાજનું જ નહીં, પરંતુ સમગ્ર હિંદુ સમાજનું અપમાન થયું છે. રાજપૂત સમાજે સરકાર પાસે માંગ કરી છે કે રામજીલાલ સુમન સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે. સમાજના આગેવાનોનું કહેવું છે કે આવી કાર્યવાહી થવાથી ભવિષ્યમાં અન્ય રાજકીય નેતાઓ આવી અભદ્ર ટિપ્પણીઓ કરતાં અટકશે. 
રાજ્યસભામાં સાંસદ રામજીલાલ સુમને વીરશિરોમણી રાણા સાંગા માટે ગદાર જેવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. સમાજના આગેવાનોના મતે આ ટિપ્પણી સત્યથી વેગળી અને પાયાવિહોણી છે. તેમણે રાજયસભાની ગરિમાને પણ ઠેસ પહોંચાડી છે.
સંસદમાં સાંસદ રામજી સુમન દ્વારા જે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી એ સમગ્ર ભારત દેશ માટે તથા માભોમ માટે જેણે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, એવા તમામ શુરવીર યોધ્ધાઓ માટે આવી વાત કરવી તે પ્રજા માટે, દેશ માટે અત્યંત દુ:ખદ, નિંદનીય અને દુભાંગ્યપૂર્ણ બાબત છે. ત્યારે આ બાબતે કોઈ જ પ્રકારનું રાજકારણ કર્યા વગર સાંસદ રામજીલાલ સુમનને સજા થાય અને તાત્કાલિક ધોરણે સંસદ સભ્યપદ રદ કરવા માંગ કરી હતી.
 આવેદનપત્રમાં સાંસદ રામજીલાલ સુમનને તેમના પદ પરથી નિલંબિત કરવાની માગ કરવામાં આવી છે. સંગઠનોએ રાષ્ટ્રપતિને સંબોધીને આપેલા આવેદનમાં માંગ કરી છે કે સાંસદ સુમન જાહેરમાં માફી માંગે અને પોતાના શબ્દો પાછા ખેંચે. સંગઠનોએ કેન્દ્ર સરકાર પાસે યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. તેમની એવી પણ માગ છે કે ભવિષ્યમાં સાંસદ સુમન ભારતમાં કોઈ ચૂંટણી ન લડી શાકે તેવી વ્યવસ્થા કરવામાં આવે. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગદળ અને શ્રી રાજપૂત કરણી સેના સહિતના વિવિધ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application