તળાવની પાળે રાત્રે ૯-૩૦ વાગ્યા બાદ ટીકીટની વહેંચણી બંધ કરવા માંગ

  • June 10, 2023 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેટલાક લોકોેને ૧૦-૨૫ વાગ્યે ટીકીટ અપાય છે અને ૧૦:૩૫ વાગ્યે તેઓને બહાર જવાનું કહેવાતા લોકોમાં ઉગ્ર રોષ
જામનગરની મઘ્યમાં આવેલ નયનરમ્ય રણમલ તળાવમાં હજારો સહેલાણીઓ તળાવ જોવા જાય છે, રાત્રે ૧૦:૩૦ વાગ્યે તમામ લોકોને તળાવના પરીસરમાંથી બહાર જવા કહી દેવામાં આવે છે, પરંતુ ટીકીટનું વેંચાણ ૧૦:૧૫ સુધી થતું હોય અને ત્યારબાદ ૧૫ મીનીટમાં જ લોકોને બહાર જવાનું કહેવાતા લોકોમાં ઉગ્ર રોષ જન્મયો છે અને જો આવું થતું હોય તો સહેલાણીઓ માટેની  ટીકીટ ૯ વાગ્યે જ આપવાની બંધ કરી દેવી જોઇએ.
લોકોના જણાવ્યા અનુસાર રણમલ તળાવમાં આખો દિવસ લોકો બહારગામથી પણ આવે છે, પરંતુ કેટલાક લોકોને કડવા અનુભવ પણ થાય છે અને હજુ તો ૧૦:૨૦ વાગ્યે ટીકીટ લીધી હોય અને ૧૦:૩૫ અથવા ૧૦:૪૦ વાગ્યે એટલે કે માત્ર ૧૫ મિનીટીમાં તો બહાર કાઢી નાખવામાં આવે છે, આથી લોકો હરીફરી શકતા નથી અને ટીકીટના ‚પિયાનો પણ વ્યય થાય છે, હાલ ઉનાળાની ગરમીમાં લોકો રાત્રે તળાવે રાહત મેળવવા પરિવાર સાથે જતા હોય અને આ પ્રકારની તંત્રની વ્યવસ્થાથી લોકોને કડવા અનુભવ થઇ રહયા છે, આથી ખાતાના જવાબદાર અધિકારીઓએ ૯:૧૫-૯:૩૦ આસપાસ જ ટીકીટ વેંચવાની બંધ કરાવી દેવી જોઇએ અને તો જ લોકોને એકાદ કલાક તળાવ જોવાનો મોકો મળી શકે. જામનગરનું તળાવ ખુબ જ સરસ બન્યું છે, તેની સામે કોર્પોરેશનને ખર્ચા પણ બહુ થાય છે પરંતુ ટીકીટની આવકમાંથી આ ખર્ચ નિકળી જાય છે, તેથી મહાપાલિકા ઉપર કોઇ નવું ભારણ આવતું નથી તે પણ હકીકત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application