ભાણવડ પંથકમાં વેરાડી સિંચાઇ યોજનાનું પાણી રાખવામાં માંગ

  • September 14, 2023 11:28 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ પંથકમાં છેલ્લા દોઢેક માસથી વરસાદ ખેંચાતા ખેતરોમાં રહેલી મોલાતની સ્થિતિ નાજુક બનવા લાગી છે, તેમજ કિસાનોને આર્થિક રીતે ફટકો લાગી શકે છે, ત્યારે કિસાનોએ સમુહમાં વેરાડી સિંચાઇ યોજનાના અધિકારીઓને સમુહમાં પહોંચી આવેદનપત્ર આપ્યું છે, જેમાં મોલાતને બચાવવા માટે ડેમમાંથી પાણી આપવા રજૂઆત કરી હતી.


ચાલુ સાલે ભાણવડ પંથકમાં કુદરતની કૃપાથી ચોમાસાનો સમયસર પ્રારંભ થયો હતો, પ્રારંભમાં પડેલા સારા વરસાદથી કિસાનોમાં આનંદની લાગણી છવાઇ હતી અને હોંશે હોંશે ખેતરમાં મગફળી તેમજ કપાસનું વાવેતર કર્યું હતું.


પરંતુ વાવેતર કયર્િ બાદ ક્રમશ વરસાદની જરીયાત રહેતી હોય છે, ત્યારે હાલમાં ભાણવડ પંથકમાં છેલ્લા દોઢેક માસથી પણ વધુ સમયથી મેઘરાજા એકાએક અદ્રશ્ય થઇ જતાં કિસાનોમાં ઘેરી ચિંતા થવા લાગી છે, વરસાદ ખેંચાતા કપાસ મગફળી જેવી મોલાત નાજુક થવા લાગી છે.


તેમજ અત્યાર સુધી દવા સહિત ખાતરનો ખર્ચ એળે જવાની નોબત આવી છે, ત્યારે પાકને બચાવવા માટે વેરાડી સિંચાઇ યોજનાનું પાણી આપવામાં આવે તો મુરજાતી મોલાતને જીવતદાન મળી શકે તેમ છે, આ માટે સિંચાઇ વિભાગ કિસાનોના રીતમાં તાકીદે ઘટતી કાર્યવાહી કરે તેવી માંગણી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application