કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારના કર્મચારીઓને દિવાળી પહેલા 4 ટકા મોંઘવારી ભથ્થું આપવા માગણી

  • October 20, 2023 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દિવાળી પહેલા જ કેન્દ્ર સરકારના કર્મચારી, અધિકારીઓ અને પેન્શનરના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કેન્દ્ર સરકારે જાહેર કર્યો છે. આમ થવાથી હાલમાં મળતું મોંઘવારી ભથ્થું 42 ટકા વધીને 46 ટકા થઈ ગયું છે. આ જ ધોરણે રાજ્યના કર્મચારીઓના અને અધિકારોના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો તાકીદે જાહેર કરવા માંગણી કરી છે. કેન્દ્રએ આ વધારો પહેલી જુલાઇની પાછલી અસરથી લાગુ કર્યો છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલ, મહામંત્રી ગોપાલ પંડ્યા અને ગુજરાત રાજ્ય સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુ પટેલ અને પ્રમુખ દિનેશ દેવમુરારીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિતમાં માંગણી કરી છે.


કર્મચારી મહામંડળના પ્રમુખ સંજય પટેલ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર જ્યારે પણ તેના કર્મચારીઓ-અધિકારીઓ માટે પગારપંચ સહિતના જે કોઈ લાભો જાહેર કરે તે રાજ્યના કર્મચારીઓને માટે પણ જેમના તેમ લાગુ કરવાનો સૈદ્ધાંતિક સ્વીકાર રાજ્ય સરકારે કરેલો છે. હાલ વધેલી મોંઘવારીના સંદર્ભમાં કેન્દ્રની જેમ જ સત્વરે મોંઘવારી ભથ્થું વધારવાની રાજ્ય સરકારે જાહેરાત કરવી જોઈએ. કેન્દ્રની જેમ જ સત્વરે મોંઘવારી ભથ્થું વધારવાની રાજ્ય સરકારે જાહેરાત કરવી જોઈએ અને કેન્દ્રની જેમ પહેલી જુલાઈથી તેનો લાભ આપવો જોઈએ.


જ્યારે સંકલન સમિતિએ રાજ્ય સરકાર, બોર્ડ-નિગમ, મ્યુનિ કર્મચારીઓ, યુનિવર્સિટીના કર્મચારીઓ, અધિકારીઓને ચાર ટકા મોંઘવારી ભથ્થું કેન્દ્રના ધોરણે આપવું જોઈએ.તેવી માંગ કરી છે.
કેન્દ્રઅને રાજ્યની સરકારોનું વલણ હાલ સાનુકૂળ હોવાથી ચાર ટકા મોંઘવારી ભથ્થાની ઝડપથી જાહેરાત થાય તેવી અપેક્ષા કર્મચારીઓ અને અધિકારીઓ રાખી રહેલ છે. ગઇકાલે ફિક્સ-પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાનો વધારો સરકારે કર્યો તે બાબત આવકારીને કેટલાક કર્મચારી આગેવાનોએ ફિક્સ પગાર પદ્ધતિ જ ના હોવી જોઈએ તેવી માંગણી કરી છે. દેશના ઘણા રાજ્યોમાં આવી પદ્ધતિ નથી. એ જ રીતે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને પણ અન્યાય થાય છે.

આઉટસોર્સિંગ કંપ્નીઓ જે મેનપાવર પૂરો પાડે છે, તેના દ્વારા કંપ્નાઓ જે મેનપાવર પુરો પાડે છે તેમના દ્વારા લેવાતા કર્મચારોનું શોષણ જ થાય છે. આ પદ્ધતિ પણ બંધ થવી જોઈએ. અમદાવાદ મ્યુનિ.ના એન્જિનીયરોએ હાલ શહેરના વિસ્તાર અને વસ્તી વધી છે તેના પ્રમાણમાં વર્ષો જૂના મહેકમને અપગ્રેડ કરવાની માંગણી કરી છે. આ માટે તેઓ આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહ્યા છે. આવી જ માંગણી સરકારના મોટાભાગના ખાતાઓમાંથી પણ ઉઠી રહી છે. અનેક જગ્યાએ તો મહેકમની જગ્યાઓ પણ પૂરેપૂરી ભરાયેલી હોતી નથી.કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું જાહેર કર્યું તો ગુજરાત સરકાર પણ દિવાળી પેહલા મોંઘવારી ભથ્થું જાહેર કરે અને ગુજરાતના 8 લાખ કર્મચારીઓ અને 5 લાખ પેશનરો માટે વહેલી તકે મોંઘવારી ભથું જાહેર કરવા ભરત ચૌધરી,મહામંત્રી,રાજ્ય કર્મચારી મહા મંડળ ના મહામંત્રીએ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application