મધ્ય પૂર્વમાં ચાલતા યુદ્ધના પગલે સર્જાયેલા તણાવ અને ઇંધણ તેમજ ઉર્જાની કટોકટીને પહોચી વળવા સહેલો વિકલ્પ ઇંધણની બચત છે અને તે માટે વિવિધ વિકલ્પો વિચારાઈ રહ્યા છે ત્યારે પીએમ મોદીએ તેમના તાજેતરના હૈદરાબાદ સંબોધનમાં ઘરેથી કામને પ્રાથમિકતા આપવા વિનંતી કરી. આનાથી કર્મચારીઓમાં આનંદનું વાતાવરણ સર્જાયું છે. જો કે પીએમએ ફક્ત કંપનીઓને અપીલ કરી છે, તેનો અમલ કર્યો નથી, આઈટી ક્ષેત્રના કર્મચારીઓ હવે ઘરેથી કામ કરવાની સુવિધા ફરીથી શરૂ કરવાની માંગ કરી રહ્યા છે.સુત્રો અનુસાર, ભારતીય આઈટી કર્મચારીઓના સંગઠન, નેસેન્ટ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એમ્પ્લોયી સેનેટએ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને માંગ કરી છે કે શક્ય હોય ત્યાં આઈટી અને આઈટીઈએસ ક્ષેત્રોમાં ઘરેથી કામ પદ્ધતિ લાગુ કરવામાં આવે.
યુનિયને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયને રાષ્ટ્રીય હિતમાં આનો અમલ કરવા વિનંતી કરી છે. તેઓએ લખ્યું છે કે ઘરેથી કામ શક્ય હોય ત્યાં આઈટી અને ડિજિટલ સેવાઓ ક્ષેત્રોમાં ચોક્કસ સમયગાળા માટે લાગુ કરવું જોઈએ. પત્રમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોવીડ-19 રોગચાળા દરમિયાન, ભારતના આઈટી અને આઈટીઈએસ ક્ષેત્રે દર્શાવ્યું હતું કે મોટા પાયે ઘરેથી કામ કરવું શક્ય છે અને તે કામ અથવા ઉત્પાદકતાને નોંધપાત્ર રીતે અસર કરતું નથી.
બોક્સ
વર્ક ફ્રોમ હોમ વ્યવહારુ અને લાંબા ગાળાનો સાનુકુળ વિકલ્પ
સંસ્થાના જણાવ્યા અનુસાર, મોટા