સીટી ઇજનેરને નગરસેવિકાના પતિ દ્વારા ધમકી આપવાની નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ મ્યુ.કમિશ્નરને આપ્યું આવેદનપત્ર
જામનગર મહાનગરપાલિકાના સીટી ઈજનેરને ફાઈલ ક્લિયર કરવા બાબતે પૂર્વક કોંગી કોર્પોરેટરે આપેલી ધમકીના મહાનગરપાલિકાની કચેરીમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આ મામલે ગઇકાલે ટેકનીકલ યુનિયન દ્વારા કમિશનને આવેદન પાઠવાયું છે.
સિટી ઇજનેર ભાવેશ જાની પાસે દર મહિને એક લાખની ખંડણી માંગ્યાની ફરિયાદના બનાવ પછી જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં ફરજ બજાવતા ટેકનીકલ યુનિયનના તમામ કર્મચારીઓ દ્વારા પોતાની સુરક્ષાને લઈને આજે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદીને વિસ્તૃત આવેદન પાઠવ્યું છે અને સુરક્ષાની માંગણી કરવામાં આવી છે.
આ આવેદનપત્રમાં જણાવાયું છે કે, મહાપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓને અવારનવાર ખોટા કામ કરાવવા માટે ધમકી આપે છે, અમા 400 કર્મચારીઓનું યુનિયન રર્જીસ્ટડ છે, જુદા-જુદા કાયદાઓનો ખોટી રીતે ઉપયોગ કરી ખોટી ફરિયાદ કરીને અધિકારી-કર્મચારીઓના મોરલ અને આત્મસન્માન પર આડકતરી રીતે હુમલો કરી તેમની કર્મનિષ્ઠતા પ્રત્યે ખોટા સવાલો ઉભા કરી કામગીરી ખોરવાય તે રીતની પઘ્ધતિથી આપ સાહેબને વાકેફ કરવામાં આવે છે.
રાત-દિવસ જોયા વગર કર્મચારીઓ કામ કરે છે, અગાઉ એસ્ટેટ ઓફીસર દ્વારા દબાણ દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે તેમને ધાક-ધમકી, ગેરવર્તન અને અપશબ્દો બોલવામાં આવે છે, ટીન કામગીરીઓમાં પણ આ પ્રકારની ધાક-ધમકી અને ગેરવર્તન કરવામાં આવે છે, જેને કારણે કામગીરીમાં વિક્ષેપ પડે છે અને તેઓની ફરજ કાવટમાં પણ પ્રયાસ કરવામાં આવે છે, તા.26ના રોજ સીટી ઇજનેર ભાવેશ જાની પોતાની ચેમ્બરમાં કામગીરી કરી રહ્યા હતાં ત્યારે કોર્પોરેટરના પતિ દ્વારા ખોટી ફાઇલમાં સહી કરવા અંગે ધાક-ધમકી આપી, અસભ્ય વર્તન તેમજ એટ્રોસીટી કાયદાનો ખોટો ઉપયોગ કરી ફસાવી દેવા તેમજ ખંડણી માંગવા સહિતનું ગેરવર્તન કરવામાં આવેલ છે તે તદન ગેરવ્યાજબી અને અસ્વીકાર્ય છે.
આ અંગે સીટી ઇજનેર ભાવેશ જાની દ્વારા સીટી-એ ડીવીઝનમાં એફઆઇઆર પણ કરવામાં આવેલ છે, અગાઉ સોલીડ વેસ્ટ શાખાના કાર્યપાલક ઇજનેર દ્વારા એક કર્મચારી વિજય બાબરીયાની ટ્રાન્સફર અન્ય જગ્યાએ કરાતા તેઓ દ્વારા પણ ખોટી એટ્રોસીટીની ફરિયાદની અરજી કરવામાં આવેલ છે તે પણ તદન વખોડવા લાયક છે. કર્મચારીઓની બદલી એ ટીન પ્રક્રિયા છે ત્યારે આ પ્રકારના વાતાવરણમાં કામ કરવું કર્મચારીઓ માટે ખુબ જ મુશ્કેલ છે. મહાપાલિકાના ટેકનીકલ યુનિયનના કર્મચારીઓ પોતાની ફરજ બજાવતા હોય તે દરમ્યાન ફીલ્ડ કે ઓફીસમાં યેનકેન પ્રકારે આવી ધમકીઓનો ભોગ બનતા હોય છે જેથી ખરાબ અસર થાય છે. આ પ્રકારની ઘટના ન બને તે માટે આ કેસમાં સખત પગલા લેવા ટેકનીકલ યુનિયને આવેદનપત્રમાં રજૂઆત કરી છે. આ આવેદનપત્ર આપતી વખતે સીટી ઇજનેર ભાવેશ જાની સાથે કાર્યપાલક ઇજનેર પાઠક, ચારણીયા, ડો.ગોરી, નરેશ પટેલ, મુકેશ વરણવા, જીગ્નેશ નિર્મલ, એન.આર.દીક્ષીત સહિતના અનેક અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
કોઇપણ કર્મચારીને ધમકી આપી અયોગ્ય વર્તન કરાશે તો તેની સામે કડક પગલા: કમિશ્નર
જામનગર કોર્પોરેશનમાં અવારનવાર અધિકારીઓ અને કર્મચારીઓને ખોટા કામ કરવા અંગે દબાણ કરાતું હોવાની અંગે અને કર્મચારીઓને ગાળો આપવાની ફરિયાદો મળી છે તે અંગે આજકાલ સાથેની વાતચીતમાં મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આકરી પ્રતિક્રિયા વ્યકત કરતા કહ્યું હતું કે, કોર્પોરેશનની ઓફીસમાં કે કર્મચારીઓના ફીલ્ડમાં કોઇપણ વ્યકિત કર્મચારી કે અધિકારીને દબાવવાની કોશીષ કરશે કે ગાળો આપી ધાક-ધમકી આપશે તો તેની સામે પોલીસ ફરિયાદ સહિતના આકરા પગલા લેવામાં આવશે, અધિકારીઓ અને કર્મચારીઓનું રક્ષણ કરવું એ મારી ફરજ છે અને આવા કોઇપણ પ્રકારના બનાવ બને તો જેમને ધમકી અપાઇ હોય તેઓએ તાત્કાલીક મારો સંપર્ક સાધવો તેમ મ્યુ.કમિશ્નર દિનેશ મોદીએ જણાવ્યું હતું અને કહ્યું હતું કે, કર્મચારીઓ નિર્ભય રીતે કામ કરે તે માટેની વ્યવસ્થા ગોઠવાઇ છે છતાં પણ આવા પ્રકારના બનાવ ન બને તે માટે હજુ વધુ ચોકકસાઇ રાખવામાં આવશે અને કોઇપણ વ્યકિતની કોઇપણ પ્રકારની ધમકીને કોર્પોરેશનનો સ્ટાફ વશ નહીં થાય, આ અંગે જિલ્લા પોલીસ વડા સાથે પણ વાતચીત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech