આમરણ-ભાદરા-ધ્રોલ હાઇવે પર ખનીજ ચોરી અંગે દંડનીય કાર્યવાહી કરવા માંગ

  • December 16, 2023 10:42 AM 

જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટરને કરાઇ અરજી


કેન્દ્ર સરકારની એજન્સી નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા માળીયા મીંયાણાથી આમરણ ભાદરા, ધ્રોલ-જામનગર રોડના કામમાં ખનીજ ચોરી રોયલ્ટી કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવા મોરબીના જાગૃત નાગરિક એસ.બી. પટેલે જામનગર જિલ્લા કલેકટરને અરજી કરી આ અંગે કાર્યવાહી કરવા જણાવાયું છે.


પત્રમાં વિશેષમાં જણાવ્યું છે કે, ઉક્ત રોડ છેલ્લા 3 વર્ષથી ચાલે છે અને હજુ પણ કામ અધું છે, આ રોડમાં મોટાભાગનું ખનીજ દ્રવ્ય લીઝ વગરની જમીનમાંથી ખોદીને વાપરવામાં આવ્યું છે, મોરબી જિલ્લાની હદમાં આ રોડનું કામ કરતી એજન્સી દ્વારા ખનીજ ચોરી કરવામાં આવી હતી, જે અંગે મોરબી જિલ્લા ખાણ ખનીજે કંપનીને ા. બે કરોડનો દંડ કર્યો હતો, ત્યારે આમરણથી જામનગર જિલ્લાની હદ શ થાય છે ત્યારે મોરબી જિલ્લામાં રોડની આજુબાજુ 10 થી 1પ કી.મી.માં જ્યાં સરકારી જમીનો છે ત્યાં ખાડો ખોદીને ખનીજચોરી કરવામાં આવી છે, જેની સામે દંડનીય કાર્યવાહી કરવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application