જામદુધઇમાં જમીન કપાત બાબતે વળતર ચૂકવવા માંગ

  • October 19, 2023 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જોડિયા તાલુકાના ધ્રોલ-આમરણથી માળીયા નેશનલ હાઇવે 1પ1-એ જુના જામદુધઇ ગામે હાલમાં નેશનલ હાઇવેનું કામ ચાલુ છે, જેમાં હાઇવે પહોળો કરવાનો છે, આ રોડના કામમાં માત્ર એક બાજુની સાઇડમાં કપાત કરવામાં આવતી હોય, જેમાં ગોરધનભાઇ હુડાભાઇ ગાંગાણી, અમરસિંહ મોહનસિંહભાઇ ગાંગાણી તથા રમેશભાઇ પરસોત્તમભાઇ ગાંગાણીની જમીન તથા મકાન સંપૂર્ણ કપાતમાં જતા હોય તેનું વળતર ચૂકવવા પ્રાંત અધિકારી ધ્રોલને આવેદન પાઠવીને રજૂઆત કરી છે.


વિસ્તૃત રજૂઆતમાં જણાવ્યું છે કે, ઉક્ત જગ્યાએ છેલ્લા પાંચ થી સાત પેઢીથી વસવાટ કરી ખેતી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે અમારી સંપૂર્ણ ખેતી તથા મકાનની જમીન કપાતમાં જતી હોય, અમોને વળતરના બદલે જમીન સામે જમીન તથા મકાન સામે મકાન આપવા અનુરોધ છે. વિશેષમાં જો રોડના સેન્ટરથી બન્ને બાજુ સરખે હિસ્સે કપાત કરવામાં આવે તો અમા અડધુ મકાન અને અડધી જમીન બચી જાય, અને અમો આ અડધા મકાનમાં વસાવટ કરી શકીએ, આ અંગે ઘટતું કરવા અપીલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application