બગવદરમાં ૧૫ વેપારીઓની દુકાનોનું ડીમોલીશન અટકાવવાની મનાઇ હુકમની માંગણી ફગાવાઇ

  • September 16, 2024 05:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બગવદરમાં ૧૫ વેપારીઓની દુકાનોનું ડીમોલીશન અટકાવવાની મનાઇ હુકમની માંગણી ફગાવાઇ છે. મહત્વની બાબત એ છે કે રોડની નજીક જ પેશકદમી કરી દુકાનો ખડકી દેવાતા કોર્ટનો આશરો લેવાયો હતો.
હાલના સમયમાં જમીન ઉપર પેશકદમી કરી બાંધકામ કરી અંગત આર્થિક લાભ લઇ લેવાના કિસ્સાઓ વધતા જાય છે ત્યારે તેની સામે વધુ એક વખત સરકારે લાલ આંખ કરી કબ્જેદારોની મનાઇહુકમની અરજી રદ કરતો કિસ્સો બહાર આવેલ છે.
જેની વિગતો મુજબ પોરબંદર જિલ્લાના બગવદર ગામે આવેલ બગવદરથી અડવાણા તરફ જતા  હાઇવે ઉપર આવેલ ૧૫ જેટલા વેપારીઓની અલગ અલગ દુકાનો  કે જે નડતર‚પ હોય અને પેશકદમી કરી જગ્યા ઉપર બાંધકામ કરેલ હોય. જેથી પોરબંદર તાલુકા પંચાયત કચેરી દ્વારા  જગ્યા ખાલી કરી આપવા નડતર‚પ બાંધકામ તોડી પડી જગ્યા ચોખ્ખી કરી આપવા માટેની શો-કોઝ નોટીશ વેપારીઓને આપેલ હતી. જેની સામે આ તમામ વેપારીઓએ  પોરબંદરની સિવિલ કોર્ટમાં દુકાન તોડી ન પાડવા માટે નો મનાઇ હુકમ મેળવવાની માંગણી કરેલ હતી અને એવું જણાવેલ હતુ કે આ તમામ જગ્યા બગવદર ગ્રામ પંચાયત હસ્તકની છે અને બગવદર ગ્રામ પંચાયત દ્વારા જ ઠરાવ કરી ફાળવણી થતા જે તે જગ્યા ઉપર બાંધકામ કરી તેના ઉપર કાયદેસર રીતે માલિકીહકક સ્થાપી ધંધા-રોજગાર શ‚ કરાયેલ છે. જેની સામે પોરબંદર તાલુકા પંચાયતના વકિલ વિજયકુમાર પંડયાએ  એવી રજુઆતો કરી હતી કે આવી કોઇ માલિકીહકક, વેચાણ કે ટ્રાન્સફરની સત્તા ખુદબગવદર ગ્રામ પંચાયતની છે જ નહી અને પી.ડબલ્યુ ડી. હસ્તકની આ  જગ્યા રહેલ છે. આમ પણ જ્યારે જાહેર રસ્તામાં કે સામાન્ય વહીવટ દરમ્યાન પ્રજાજનોને  નડતર‚પ સંજોગો સર્જાયેલ હોય ત્યારે સરકાર જાહેરહીતને લક્ષ્યમાં રાખી આ પ્રકારનું  ડીમોલીશન કરવાની સત્તા ધરાવે છે. જે દલીલો માન્ય રાખી વેપારીઓની મનાઇ હુકમની અરજી  પોરબંદર સિવિલ કોર્ટે રદ ફરમાવેલ હતી. જેની સામે આ ૧૫ વેપારીઓએ અપીલ કરતા ત્યાં પણ તાલુકા પંચાયતના વકિલ વિજયકુમાર પંડયાની દલીલોને ધ્યાને રાખી પોરબંદરના એ.ડી. ડિસ્ટ્રીકટ જજે પણ સિવિલ કોર્ટે કરેલા હુકમને સમથૃન આપી મનાઇ હુકમની  અરજી રદ કરવાનું યથાર્થ હોવાનું ફરામાવેલ છે અને હુકમમાં એવું સ્પષ્ટ ટાંકેલ છે કે પેશકદમી કરનારા કબ્જેદારો જે કોર્ટ કોઇ જ પ્રકારની સલામતી કે રક્ષણ આપી શકે નહીં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application