BREAKING NEWS

વિશ્વના સૌથી વધુ રહેવા યોગ્ય શહેરોમાં દિલ્હી, મુંબઈ ૧૨૦–૧૨૧માં સ્થાને રહ્યાં

  • July 10, 2026 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેકસે વિશ્વના સૌથી વધુ રહેવા યોગ્ય શહેરોના રેન્કિંગ જાહેર કર્યા છે જેમાં નવી દિલ્હી ૧૨૦ મા ક્રમે છે, ત્યારબાદ મુંબઈ (૧૨૧), ચેન્નાઈ (૧૨૩) અને બેંગલુ (૧૨૭) આવે છે. દિલ્હી અને મુંબઈએ ગત વર્ષનો ક્રમ જાળવી રાખ્યો છે. કોપનહેગન (ડેનમાર્ક) વિશ્વનું સૌથી વધુ રહેવા યોગ્ય શહેર રહ્યું છે, જે બીજા અને ત્રીજા સ્થાને વિયેના (ઓસ્ટિ્રયા) અને મેલબોર્ન (ઓસ્ટ્રેલિયા) ને પાછળ છોડી દે છે. આ અઠવાડિયે પ્રકાશિત થયેલા ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેકસ ૨૦૨૬માં ૧૭૩ શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેમને રહેવાલાયકતાના આધારે ક્રમ આપવામાં આવ્યો હતો. નવી દિલ્હી અને મુંબઈનું રેન્કિંગ ગયા વર્ષ કરતાં યથાવત રહ્યું હતું, યારે ૨૦૨૫ની સરખામણીમાં ૧૦ ચીની શહેરોમાં સુધારો થયો છે.

કોપનહેગન, ડેનમાર્ક
વિયેના, આસ્ટિ્રયા
મેલબોર્ન, આસ્ટ્રેલિયા
સિડની, આસ્ટ્રેલિયા
ઝુરિચ, સ્વિટઝર્લેન્ડ
જિનેવા, સ્વિટઝર્લેન્ડ
ઓસાકા, જાપાન
એડિલેડ, આસ્ટ્રેલિયા
વેનકુવર, કેનેડા
ટોકયો, જાપાન
ભારતમાં રહેવાલાયક શહેરોની યાદી

કારકિર્દી અને વિકાસ માટે: બેંગલુ, નોઇડા અને ગુડગાંવ
સસ્તું અને આરામદાયક જીવન: પુણે અને ચેન્નાઈ

તટીય અને શાંત શહેરો: વિશાખાપટ્ટનમ અને પુડુચેરી

  1. પશ્ચિમ યુરોપ રહેવા લાયકતાના સંદર્ભમાં સૌથી મજબૂત પ્રદેશ

રિપોર્ટમાં જણાવાયું છે કે પશ્ચિમ યુરોપ રહેવાલાયકતાના સંદર્ભમાં સૌથી મજબૂત પ્રદેશ રહ્યો છે, પરંતુ તેનો સરેરાશ સ્કોર સ્થિર રહ્યો છે, યારે એશિયાનો સ્કોર વધ્યો છે. શહેરી શાસનના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા, જનગ્રહના સીઈઓ શ્રીકાંત વિશ્વનાથને જણાવ્યું હતું કે નબળા રેન્કિંગનો અર્થ એ છે કે આપણે વૈશ્વિક રોકાણકારો અને પ્રતિભા માટે ઓછા આકર્ષક બનીએ છીએ. આપણે આપણા શહેરોને વધુ મજબૂત અને રહેવાલાયક બનાવવાની જર છે.દેશના ટોચના ૧૦ રહેવાલાયક શહેર



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application