રાજયપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ૫૮ ો દવીદાન સમારોહ યોજાયો હતો. રાજ્યપાલે દીક્ષાંત પ્રવચનમાં યુવા છાત્રોને કોલેજ શિક્ષણ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે માત્ર સ્વઉત્કર્ષ માટે જ નહીં, પણ લોકકલ્યાણ અને રાષ્ટ્રના નિર્માણ માટે પણ ઉપયોગી થાય તેવો પુરૂષાર્થ કરવા આહ્વ ાન કર્યું હતું. વ્યક્તિએ આજીવન વિદ્યાર્થી બની રહેવું જોઈએ, કારણ કે સતત શીખતા રહેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થતી રહે છે એવી માર્મિક શીખ તેમણે આપી હતી.
સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે એમ ભારપૂર્વક જણાવતાં રાજ્યપાલએ ઉમેર્યું હતું કે, વિદ્યાધન સર્વશ્રેષ્ઠ છે, શિક્ષણ મૂલ્યનિષ્ઠ , સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદાર હોવું જરૂરી છે.
ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે, શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ સમાજના ભલા માટે મેળવેલા જ્ઞાનનો સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે. વિદ્યાર્થીઓને ટેકનોલોજીના ઉપયોગ સાથે મલ્ટીટેલેન્ટેડ બની ઈનોવેશન હાથ ધરી બહુઆયામી વ્યક્તિત્વ ખીલવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ગોલ્ડ મેડલ મેળવનારા વિદ્યાર્થીઓમાં સૌથી વધુ બહેનો હોઈ તેઓની પ્રગતિને હકારાત્મક દ્રષ્ટિકોણ સાથે બિરદાવી આ બદલાતા સમયની તસવીર હોવાનું શિક્ષણ મંત્રીશ્રી પાનસેરિયાએ ગૌરવ સાથે જણાવ્યું હતું. રાજ્યપાલ અને મહાનુભાવોના હસ્તે ૧૪ વિદ્યાશાખાઓના ૪૩૯૫૯ છાત્ર-છાત્રાઓને પદવી તથા ૧રર વિદ્યાર્થીઓને કુલ ૧૪૧ ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા.
સમારોહમાં દાતાઓ તરફથી કુલ ૬૫ ગોલ્ડ મેડલ્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ૭૬ ગોલ્ડ મેડલ્સ તેમજ દાતાશ્રીઓ તરફથી કુલ ૧૧૦ પ્રાઈઝ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી ૧ર૪ પુરસ્કાર મળીને ર૩૪ પુરસ્કાર પદવીદાન સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં જામનગરની એમ.પી. શાહ મેડીકલ કોલેજની વિદ્યાર્થીની સાતા યશ્વીને એમ.બી.બી.એસ.માં સૌથી વધુ ૯ ગોલ્ડ મેડલ અને ૧૧ પુરસ્કાર, બી.વી.ધાણક કોલેજ, બગસરાની વિદ્યાર્થીની કયાડા પરીખાને બી.એ.સંસ્કૃતમાં ૩ ગોલ્ડમેડલ અને ૮ પુરસ્કાર, એલ.ડી. ધાનાણી કોલેજ, અમરેલીના વિદ્યાર્થી બુટાણી રોમલભાઈને એલ.એલ.બી. માં ૩ ગોલ્ડમેડલ અને ૭ પુરસ્કાર એનાયત થયા હતા.
પદવીદાન સમારંભમાં વિનયન વિદ્યાશાખા ૧૨૩૪૨, શિક્ષણ વિદ્યાશાખા ૪૩૫૭, વિજ્ઞાન વિદ્યાશાખા ૬૭૧૦, ઈજનેરી વિદ્યાશાખા ૦૪, કાયદા વિદ્યાશાખા ૧૭૭૩, તબીબી વિદ્યાશાખા ૨૦૨૫, વાણિજય વિદ્યાશાખા ૧૩૫૮૪, ગ્રામવિદ્યા વિદ્યાશાખા ૧૪૬, ગૃહવિજ્ઞાન વિદ્યાશાખા ૨૦૯, હોમીયોપેથી વિદ્યાશાખા ૫૭૧, બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખા ૨૦૪૩, આર્કીટેકચર વિદ્યાશાખા ૮૨, પરફોર્મીંગ આર્ટસ વિદ્યાશાખા ૧૯, ફાર્મસી વિદ્યાશાખા ૯૪ મળી કુલ ૪૩૫૯૫નો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં યુનિવર્સિટીના કુલપતિ ડો. નિલાંબરીબેન દવેએ જણાવ્યું કે, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણના વિશાળ વટવૃક્ષ સમાન આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈ.ડી. બનાવી વિદ્યાર્થીઓને વિકાસ માટે વિવિધ ઉદ્યોગો સાથે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા છે. પી.એમ. ઉષા યોજના હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિકાસ માટે રૂ.૧૦૦ કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે, જેનો ઉપયોગ વિશ્વસ્તરીય શિક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં કરાશે. યુનિવર્સિટીના ઈન્કયુબેશન સેન્ટર દ્રારા ૮૫થી વધુ સ્ટાર્ટઅપનો પ્રારંભ થયો છે. ડો.દવેએ દીક્ષિત વિદ્યાર્થીઓને સ્વથી સમષ્ટિ સુધી જ્ઞાનને વિકસાવવાની શીખ આપી હતી.
આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડિયા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, કલેકટર પ્રભવ જોશી, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પ્રાંત અધિકારી ગ્રીષ્મા રાઠવા, અને ચાંદની પરમાર, વિભાગીય વડાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ, કોલેજોના આચાર્યઓ સહિત પદવી મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech