BREAKING NEWS

બ્રિટનમાં બજેટમાં વિવાદ બાદ સંરક્ષણ પ્રધાનનું રાજીનામું: સ્ટારમરનું વડાપ્રધાનપદ જોખમમાં

  • June 12, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બ્રિટિશ સંરક્ષણ પ્રધાન જોન હીલીએ ગુવારે રાજીનામું ધરી દીધું છે. તેમણે આરોપ લગાવ્યો કે બ્રિટિશ સરકાર વધતા જતા ખતરાના સમયે સૈન્ય પર પૂરતો ખર્ચ કરવા તૈયાર નથી. હીલીએ વડા પ્રધાન કીર સ્ટારમરને કહ્યું કે સરકારનું સંરક્ષણ રોકાણ આ ખતરનાક સમયમાં જરી કરતાં ઘણું ઓછું છે. સંરક્ષણ મંત્રાલય અને આર્થિક બાબતો અને નાણાં મંત્રાલય વચ્ચે મતભેદના અહેવાલોએ સંરક્ષણ રોકાણ યોજનાના પ્રકાશનમાં વિલબં કર્યેા છે.હીલીનું આ પગલુ પહેલેથી જ આંતરિક સખળ ડખલ સહી રહેલા કીર સ્ટારમરના પદ માટે અનિશ્ચિતતાઓ સર્જી રહ્યું છે.
હીલીએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યું હતું કે વધતા જોખમોના આ યુગમાં, તમે દેશને સુરક્ષિત રાખવા માટે જરી સંસાધનો પૂરા પાડવામાં અસમર્થ રહ્યા છો, અને આર્થિક બાબતો અને નાણાં મંત્રાલય પણ આમ કરવા તૈયાર નથી. તેમણે ઉમેયુ, મારી પાસે તમારા સંરક્ષણ પ્રધાન પદેથી રાજીનામું આપવા સિવાય કોઈ વિકલ્પ નથી.
જુલાઈ ૨૦૨૪માં લેબર પાર્ટીએ સરકાર બનાવી ત્યારથી હીલી બ્રિટનના સંરક્ષણ પ્રધાન છે અને તેમને એક સક્ષમ અને ગંભીર પ્રધાન માનવામાં આવે છે. સ્ટાર્મરે ૨૦૨૭ સુધીમાં બ્રિટનના સંરક્ષણ ખર્ચને જીડીપીના ૨.૫ ટકા અને ૨૦૩૪ સુધીમાં ૩ ટકા સુધી વધારવાનું વચન આપ્યું છે. જો કે, ઘણા લશ્કરી અધિકારીઓ કહે છે કે આ પૂરતું નથી.હીલીનું રાજીનામું એ સંઘર્ષગ્રસ્ત વડા પ્રધાન સ્ટાર્મર માટે બીજો ફટકો છે, જેઓ પહેલાથી જ તેમના લેબર પાર્ટીના સાથીઓ તરફથી રાજીનામું આપવાની માંગનો સામનો કરી રહ્યા છે. વેસ સ્ટ્રીટિંગે મે મહિનામાં આરોગ્ય સચિવ પદેથી રાજીનામું આપ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application