BREAKING NEWS

માણાવદરમાં પોઠિયાવાળા ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે દીપમાળા દર્શન

  • June 13, 2026 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પવિત્ર અધિક માસ અને અગિયારસના પાવન અવસરે માણાવદરના સુપ્રસિદ્ધ 'બે પોઠિયાવાળા' ત્રંબકેશ્વર મહાદેવ મંદિરે એક વિશેષ ધાર્મિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવભકિતના આ વિશેષ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર દિવ્ય રોશની અને શ્રદ્ધાના રંગે રંગાયું હતું.
સ્વર્ગસ્થ રેખાબા નિર્મળસિંહ ચુડાસમાની સ્મૃતિમાં અને તેમના પરિવારના સહયોગથી આયોજિત આ ધાર્મિક મહોત્સવમાં ભગવાન શિવના સાનિધ્યમાં ૧૦૮ દીપમાળા પ્રગટાવવામાં આવી હતી. સાંજના સમયે એકસાથે પ્રગટેલા ૧૦૮ દીવાઓના દર્શન કરીને શિવભકતો ભાવવિભોર બન્યા હતા અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવ ના નાદથી ગુંજી ઉઠું હતું. દીપમાળાના પાવન દર્શનની સાથે–સાથે આ પ્રસંગે તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application