સૌથી મોઘી અભિનેત્રી દીપિકા, ફિલ્મ દીઠ લે છે 30 કરોડ

  • February 18, 2025 12:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડથી લઈને સાઉથ સુધી ભારતીય સિનેમામાં અભિનેત્રીઓની સુંદરતા હવે માત્ર ગીતો સુધી મર્યાદિત નથી રહી. ઘણી રીતે તે હવે ફિલ્મના મુખ્ય અભિનેતા કરતાં વધુ પાવરફુલ પાત્ર ભજવે છે. પરંતુ જ્યારે ફીની વાત આવે છે, તો તેમને અભિનેતા કરતા ઘણી ઓછી ફી મળે છે. પરંતુ તેમ છતાં, દેશની ટોપ 10 અભિનેત્રીઓની ફીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે જાણીએ.

દીપિકા પાદુકોણ
દેશની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી તરીકે દીપિકા પાદુકોણનું નામ નોંધાયેલું છે. એક રિપોર્ટ અનુસાર, તે એક ફિલ્મ માટે 15-30 કરોડ રૂપિયા લે છે. ગયા વર્ષે 2024માં દીપિકા રિતિક રોશન સાથે ફાઇટરમાં, પ્રભાસ સાથે કલ્કી અને અજય દેવગનની ફિલ્મ સિંઘમ અગેનમાં જોવા મળી હતી.

કંગના રનૌત
આ ટોપ-10 લિસ્ટમાં કંગના રનૌતનું નામ બીજા નંબર પર છે. કહેવાય છે કે તે એક ફિલ્મ માટે 15 થી 27 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જો કે અભિનેત્રીનો અત્યારે બોક્સ ઓફિસ પર સારો સમય નથી ચાલી રહ્યો. છેલ્લા 10 વર્ષમાં તેની 11 ફિલ્મો ફ્લોપ થઈ છે.

પ્રિયંકા ચોપરા
બોલિવૂડની 'દેશી ગર્લ' પ્રિયંકા ચોપરાનું કરિયર અને ઈન્ડસ્ટ્રીમાં તેનું કદ બંને ખૂબ જ વધી ગયું છે. તે હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. જો કે, 2024ની ફોર્બ્સની યાદી અનુસાર, તે ભારતમાં એક ફિલ્મ માટે 15 થી 25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તે આગામી સમયમાં મહેશ બાબુ સાથે એસએસ રાજામૌલીની ફિલ્મમાં જોવા મળશે, જેનું શૂટિંગ હૈદરાબાદમાં ચાલી રહ્યું છે.

કેટરીના કૈફ
ગયા વર્ષે 'મેરી ક્રિસમસ' અને તે પહેલા 2023માં 'ટાઈગર 3'માં જોવા મળેલી કેટરીના કૈફનું નામ પણ આ યાદીમાં છે. તે પ્રિયંકા ચોપરા જેટલી જ એક ફિલ્મ માટે લગભગ 15-25 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

આલિયા ભટ્ટ
બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રી આલિયા ભટ્ટ આ યાદીમાં 5માં નંબરે છે. રિપોર્ટ્સ અનુસાર, તે એક ફિલ્મ માટે 10-20 કરોડ રૂપિયા લે છે. આલિયાની અગાઉની ફિલ્મ 'જીગરા' બોક્સ ઓફિસ પર એવરેજ રહી હતી. હવે તે સંજય લીલા ભણસાલીની 'લવ એન્ડ વોર'માં જોવા મળશે.

કરીના કપૂર ખાન
ટોપ-10 સૌથી વધુ કમાણી કરતી ભારતીય અભિનેત્રીઓની યાદીમાં કરીના કપૂર ખાનનું નામ છઠ્ઠા નંબર પર છે. ગયા વર્ષે 'સિંઘમ અગેન' અને 'ક્રુ'માં જોવા મળેલી કરીના એક ફિલ્મ માટે 8 કરોડથી 18 કરોડ રૂપિયા લે છે.

શ્રદ્ધા કપૂર
આ યાદીમાં શ્રદ્ધા કપૂરનું નામ 7મા નંબરે છે. બોલિવૂડની આ ખૂબ જ સુંદર અને એટલી જ પાવરફુલ અભિનેત્રી એક ફિલ્મ માટે 8-15 કરોડ રૂપિયા લે છે.

રશ્મિકા મંદાના
સાઉથની બ્યુટી રશ્મિકા મંદાના આજકાલ જલવો છે. 'પુષ્પા' ફ્રેન્ચાઈઝીમાં અલ્લુ અર્જુન સાથે ધૂમ મચાવનાર રશ્મિકાની લોકપ્રિયતા તાજેતરના સમયમાં ઘણી વધી ગઈ છે. જ્યારે તેની તાજેતરની રિલીઝ થયેલી 'છાવા' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે રશ્મિકાને 'પુષ્પા 2' માટે 10 કરોડ રૂપિયાની ફી મળી છે.

સાઈ પલ્લવી
સાઉથ સિનેમાની બીજી ખૂબ ફેમસ અભિનેત્રી સાઈ પલ્લવીની સાદગીથી દરેક લોકો પ્રભાવિત છે. તાજેતરમાં 'થાંડેલ'માં નાગા ચૈતન્ય સાથે જોવા મળેલી સાઈ આગામી વર્ષે 2026માં રણબીર કપૂર સાથે 'રામાયણ'માં મોટા પડદા પર જોવા મળશે. કહેવાય છે કે સાઈ પલ્લવી પણ દરેક ફિલ્મ માટે 8-15 કરોડ રૂપિયા લે છે.

કૃતિ સેનન, નયનથારા
10મા ક્રમે બોલિવૂડની સુંદર અભિનેત્રી કૃતિ સેનન અને બીજી તરફ સાઉથની લેડી સુપરસ્ટાર નયનથારા છે. આ બંનેનું નામ એક સાથે છે કારણ કે બંને એક ફિલ્મ માટે 6-11 કરોડ રૂપિયા ફી લે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application