ડીપફેક વીડિયો ચૂંટણીને નુકસાન પહોંચાડી શકે: વોટસએપ પર કાયદાકીય દબાણ

  • October 17, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી બાદ લોકસભાની ચૂંટણી યોજાય છે. જેના માટે ચૂંટણી પચં ખાસ તૈયારીઓ કરી રહ્યું છે. ચૂંટણી દરમિયાન સોશિયલ મીડિયા પર ફેક મેસેજ અને ડીપ ફેક મેસેજનું પૂર આવે છે ત્યારે સોશિયલ મીડિયા મેસેજિંગ પ્લેટફોર્મ એપ વોટસેપ આમાં મોટો ફાળો આપે છે. આથી ભારત સરકારે ડીપફેક અને સ્પામ મેસેજ સાથે ડીલ કરવા માટે તૈયારીઓ શ કરી દીધી છે. આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર કાયદો બનાવવાનું વિચારી રહી છે. ચૂંટણી દરમિયાન વાયરલ થતા નેતાઓના ડીપફેક વીડિયો ચૂંટણી તંત્રને નુકસાન પહોંચાડી શકે છે. આથી સરકાર હવે આ મામલે વોટસએપને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે.


જો કે સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ હવે સરકાર આ અંગે કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે. જો સરકાર કોઈ કાયદો લાવે છે તો વોટસએપે ડીપફેક અથવા ફેક મેસેજ મોકલનાર વ્યકિતની માહિતી જાહેર કરવી પડશે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોમ્ર્સે સરકારને જણાવવું પડશે કે ડીપફેક કે ફેક મેસેજ કોણે મોકલ્યો હતો. યારે મેટાનું કહેવું છે કે તેમના માટે આમ કરવું મુશ્કેલ બનશે. મેટાના પ્લેટફોર્મ મુજબ, આમ કરવાથી લોકોની પ્રાઈવસી પર અસર પડશે, કોઈપણ રીતે કંપની બે લોકો વચ્ચેની વાતચીતની માહિતી રાખતી નથી. મીડિયા રિપોટર્સ અનુસાર, રાજકારણીઓના ડીપફેક ફોટો–વિડિયો બનાવનાર અને શેર કરનાર વ્યકિત વિશે ખાસ કરીને વોટસએપ પાસેથી માહિતી માંગવામાં આવશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમો ૨૦૨૧ હેઠળ, સરકાર વોટસએપને તે વ્યકિતની ઓળખ જાહેર કરવા માટે કહી શકે છે જેણે આવો વીડિયો પહેલીવાર શેર કર્યેા હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application