ભારતીય રિઝર્વ બેંકે માહિતી આપી છે કે, 17 જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતના વિદેશી મુદ્રા ભંડાર 1.88 બિલિયન યુએસ ડોલર ઘટીને 623.983 બિલિયન ડોલર થયો છે. અગાઉ, રિઝર્વ બેંકે કહ્યું હતું કે 10 જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહમાં દેશના વિદેશી મુદ્દા ભંડારમાં 8.714 અબજ યુએસ ડોલરનો ઘટાડો થઈને 625.871 અબજ યુએસ ડોલર થયો છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ ઘટાડા પાછળનું કારણ રૂપિયામાં થતી વધઘટ અને તેની સાથે ભારતીય ચલણના મૂલ્યમાં ઘટાડો ઘટાડવા માટે આરબીઆઇ દ્વારા વિદેશી વિનિમય બજારમાં હસ્તક્ષેપ છે. સપ્ટેમ્બરના અંતમાં દેશના વિદેશી મુદ્રા ભંડાર વધીને ૭૦૪.૮૮૫ બિલિયન યુએસ ડોલરના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો હતો.
ગઈકાલે જાહેર કરાયેલા આંકડા મુજબ, 17 જાન્યુઆરીના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન વિદેશી ચલણ સંપત્તિ, જે ચલણ અનામતનો મુખ્ય ઘટક છે, તે 2.878 અબજ ડોલર ઘટીને 533.133 અબજ ડોલર થઈ ગયો છે. વિદેશી મુદ્રા ભંડારમાં ડોલરના સંદર્ભમાં દર્શાવવામાં આવેલી વિદેશી ચલણ સંપત્તિમાં રાખવામાં આવેલી યુરો, પાઉન્ડ અને યેન જેવા બિન-અમેરિકન ચલણોમાં વધારો અથવા ઘટાડાની અસરનો સમાવેશ થાય છે.
કોઈપણ દેશ માટે વિદેશી મુદ્રા અનામત ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે, જ્યારે આપણે બીજા દેશમાંથી કોઈપણ વસ્તુ આયાત કરીએ છીએ ત્યારે આપણને ચુકવણી માટે તે દેશના ચલણની જરૂર પડે છે. વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થવાને કારણે દેશની અર્થવ્યવસ્થા પણ નબળી પડવા લાગે છે. કારણ કે તે ખરીદીના બિલ ચૂકવવામાં સમસ્યાઓ ઉભી કરે છે. જ્યારે કોઈ દેશનું ચલણ ડોલર સામે નબળું પડવાનું શરૂ થાય છે ત્યારે તે દેશ તેના ચલણને જાળવી રાખવા માટે તેના વિદેશી મુદ્રા ભંડારમાંથી ખર્ચ કરવાનું શરૂ કરે છે. મોટાભાગના દેશો તેમના વિદેશી મુદ્રા ભંડારમાં વધુ ડોલર રાખવાનું પસંદ કરે છે. કારણ કે મોટાભાગનો વેપાર તેમાં થાય છે.
આ દરમિયાન દેશનો સોનાનો ભંડાર 1.063 મિલિયન યુએસ ડોલર વધીને 68.947 બિલિયન યુએસ ડોલર થયો છે. આ સાથે, સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 1 મિલિયન યુએસ ડોલર વધીને 17.782 બિલિયન યુએસ ડોલર થયા. રિઝર્વ બેંકના ડેટા અનુસાર, સમીક્ષા હેઠળના સપ્તાહમાં એટલે કે 17 જાન્યુઆરીના રોજ પૂરા થતા સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ પાસે ભારતનું અનામત 4 મિલિયન ડોલર ઘટીને 4.19 અબજ ડોલર થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાખરીયામાં દીપડાએ વાછરડીનું મારણ કરી ફેલાવેલો આતંક
May 13, 2025 04:04 PMપાકિસ્તાન તરફી થયેલા ડ્રોન હુમલામાં ભાવનગરના સેના જવાન ઈજાગ્રસ્ત
May 13, 2025 04:02 PMભાવનગર-પાલીતાણા ગાડી નીચે આવી જતાં યુવાનનું મોત
May 13, 2025 04:00 PMઅકવાડામાં સપ્તાહની પોથીયાત્રાના ચડાવા બાબતે યુવાન પર હુમલો
May 13, 2025 03:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech