ગુજરાત રાજ્યના આરોગ્ય કર્મચારીઓના આંદોલનનો સ્થગિત કરવાનો નિર્ણય આરોગ્ય કર્મચારી મહામંડળ દ્વારા લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર ના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ સાથે થયેલી બેઠકમાં ટેકનીકલ બાબત નો ઉકેલ આવી ગયો છે બાકીના પ્રશ્નો નું આગામી ત્રણ મહિનામાં નિરાકરણ કરાશે.આથી આરોગ્ય કર્મચારીઓએ ત્રણ મહિનાનો વિરામ જાહેર કર્યો છે.
ગુજરાત આરોગ્ય મહાસંઘ દ્વારા ચાલી રહેલા હડતાળને ત્રણ મહિના માટે વિરામ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આંદોલનના મુખ્ય બે મુદ્દાઓ પૈકી એક મુદ્દો ખાતાકીય પરીક્ષા સંબંધિત હતો, જેમાં હવે સમાધાન થયું છે. જ્યારે બીજા મુદ્દા એટલે કે ટેક્નિકલ કર્મચારીઓના પ્રશ્નો અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં સરકારે સુખદ સમાધાનની બાહેંધરી આપી છે.
આરોગય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ જણાવ્યું કે, અમારી બે મુખ્ય માંગણી પર સરકાર સામે હડતાળ હતી જેમા ખાતાકીય પરીક્ષાનું નિવારણ થઇ ગયું છે અને ટેક્નિકલ કર્મચારીઓના પ્રશ્નો માટે પણ સરકાર તરફથી ત્રણ મહિનામાં યોગ્ય નિર્ણય લેવા માટે બાહેંધરી આપવામાં આવી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ હાલ હડતાળ તાત્કાલિકથી મોકૂફ રાખી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગઈકાલે રાતે ગુજરાતના તમામ ૩૩ જિલ્લાઓના આરોગ્ય મહાસંઘના પ્રમુખો સાથે વિસ્તૃત બેઠક યોજાઈ હતી. જેમાં સર્વસંમતિએ નક્કી કરવામાં આવ્યું કે સરકાર ઉપર વિશ્વાસ રાખીને હડતાળ સ્થગિત કરી દેવાઈ શકે.જેમા છૂટા કરાયેલા કર્મચારીઓને ફરીથી હાજર કરી તેમની નોકરી સતત ગણાશે, એવી સ્પષ્ટ બાહેંધરી પણ સરકાર તરફથી આપવામાં આવી છે.
આ નિર્ણયથી રાજ્યભરના આરોગ્ય વિભાગમાં ફરીથી સેવાઓ શરૂ થવાની શક્યતા ઊભી થઈ છે. છેલ્લા કેટલાંક દિવસોથી આરોગ્ય વિભાગના ટેક્નિકલ કર્મચારીઓની હડતાળના કારણે સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં કામગીરી ઠપ થઈ ગઈ હતી. દર્દીઓ અને સામાન્ય નાગરિકો ભારે પરેશાનીઓનો સામનો કરી રહ્યા હતા.
મહાસંઘ દ્વારા જાહેર કરાયેલા નિર્ણય અનુસાર આજથી તમામ આરોગ્ય કર્મચારીઓને ફરજ પર હાજર થવા માટે સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMPM નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રને સંબોધન: દરેક મહત્વનો મુદ્દો વાંચો આ પોસ્ટમાં
May 12, 2025 07:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech