રાજકોટ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી દ્રારા કોલેજોમાં પરીક્ષાના અલગ અલગ બે તબક્કાઓ સફળતાથી પૂર્ણ થયા પછી હવે ત્રીજા તબક્કાની પરીક્ષા આગામી તારીખ ૨૧ થી શ થશે તેવી સત્તાવાર જાહેરાત યુનિવર્સિટી દ્રારા કરવામાં આવી છે. આગામી તારીખ ૨૧ થી શ થતી આ પરીક્ષા સંદર્ભે યુનિવર્સિટીએ વિષયવાર પરીક્ષાનું શેડુલ જાહેર કરી દીધું છે અને તેમાં સ્પષ્ટ્ર જણાવ્યું છે કે આ પરીક્ષામાં પ્રશ્નપત્રો બ જે તે પરીક્ષા સેન્ટરને મોકલવાના બદલે કયુપીડીએસ (કવેશ્ચન પેપર ડીલેવરી સિસ્ટમ) મુજબ જે તે પરીક્ષા કેન્દ્રને એટલે કે કોલેજોને ઓનલાઈન મોકલવામાં આવશે.
પરીક્ષા શ થવાના એક કલાક અગાઉ કોલેજના ઈમેલ આઇડી પર તે ઓનલાઇન મોકલી દેવામાં આવશે અને પરીક્ષાર્થીઓની સંખ્યા મુજબ કોલેજોએ પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીઓને આપવાની રહેશે. આ સિસ્ટમના કારણે પેપર લીક થવાની શકયતા નહિવત બની ગઈ છે અને ટેકસી મારફત પેપરો મોકલવાને કારણે થતો ખર્ચ પણ બધં થઈ ગયો છે. સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ છેલ્લા થોડા વર્ષેાથી આ સિસ્ટમ મર્યાદિત એકઝામમાં અમલી બનાવી છે.
બીજા તબક્કાની આ પરીક્ષા દરમિયાન સ્થાનિક સ્વરાયની ચૂંટણીઓ પણ આવતી હોવાથી તે બાબતને ધ્યાનમાં રાખી તારી ૨૬ ના રોજ મતદાનના દિવસે અને તેની આગળ પાછળના એટલે કે તારીખ ૨૫ અને ૨૭ ના રોજ એમ ત્રણ દિવસ માટે કોઈ પરીક્ષા રાખવામાં આવી નથી.
યુનિવર્સિટીના સતાવાર સાધનોના જણાવ્યા મુજબ જે કોલેજોમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા છે તેવી કોલેજોને જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે આવી કોલેજના સંચાલકોને પ્રત્યેક કોલેજ દીઠ એક ઓર્ડિનેટર નીમવાના રહેશે અને આવા કોઓર્ડીનેટર સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ સાથે સંકલનમાં રહેશે. સીસીટીવી કેમેરાના ફટેજ જાળવીને રાખવાના રહેશે અને યુનિવર્સિટી યારે માગે ત્યારે આપવા પડશે.
ત્રીજા તબક્કાની આ પરીક્ષામાં બીએ, બીએસડબલ્યુ, બીએડ, બીબીએ, બીકોમ, બીસીએ, બીએસસી, એમએસસી, લો, બીએ એલએલબી સહિતની આઠ ફેકલ્ટીની ૨૮ કોર્સની એકઝામ લેવાશે.
પ્રથમ બે તબક્કાની પરીક્ષાઓ પૂરી થયા પછી તેના પેપરના ઢગલા ચકાસણી વગર પડા હતા પરંતુ ઉત્તરવહી મૂલ્યાંકનના મહેનતાણાના અધ્યાપકોના બાકી રહેતા નાણાં ચૂકવવા માટે યુનિવર્સિટીએ નિર્ણય લેતા હવે પેપર ચકાસણીની કામગીરી પણ પૂરજોથી શ થઈ ગઈ છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application