રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ મળી હતી જેમાં શહેરના વિવિધ મુખ્ય માર્ગો ઉપર આવેલા મ્યુનિસિપલ હોર્ડિંગ બોર્ડના ત્રિવાર્ષિક કોન્ટ્રાકટ આપવાની દરખાસ્તમાં એડ એજન્સીઓ વચ્ચે રિંગ થઇ જતા તંદુરસ્ત સ્પધર્િ નહીં થયાનું જણાતા તેમજ ભાવ ઓછા આવ્યા હોવાનું પણ માલુમ પડતા દરખાસ્ત નામંજુર કરી રિટેન્ડર કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
વિશેષમાં આ અંગે સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીનભાઇ ઠાકરએ જણાવ્યું હતું કે, સૌપ્રથમ તા.11 સપ્ટેમ્બરના રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં હોર્ડિંગ કોન્ટ્રાક્ટની ઉપરોક્ત દરખાસ્ત એજન્ડામાં રજુ થઇ હતી અને તત્કાલિન સમયે જ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેનાર એડ એજન્સીઓની સંખ્યા અને ભાવ જોતા રિંગ થઇ ગયાની શંકા સર્વે કોર્પોરેટરો તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોને ઉપસ્થિત થતા પાર્ટી સંકલનની મિટિંગમાં આ મામલે નારાજગીનો સુર ઉઠતા શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી સાથે પરામર્શ બાદ સ્ટેન્ડિંગ કમિટીએ આ દરખાસ્ત વિસ્તૃત અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખી હતી, દરમિયાન આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ફરી આ દરખાસ્ત રજુ થતા દરખાસ્ત નામંજૂર કરી રિટેન્ડર કરવા સવર્નિુમતે સ્ટેન્ડિંગ કમિટીએ નિર્ણય કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે રાજકોટમાં અનેક એડ એજન્સી કાર્યરત છે ત્યારે રિટેન્ડર કરાય તો વધુ એજન્સીઓ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેશે અને વધુ તંદુરસ્ત સ્પધર્િ થશે તેથી વધુ ઉંચા ભાવ આવશે.
કઇ હોર્ડિંગ સાઇટ માટે કેટલા ભાવની ઓફર હતી ?
ક્રમ લોકેશન વાર્ષિક ભાવ રૂ.
1 યાજ્ઞિક રોડ આરકેસી પાસે 4,31,999
2 યાજ્ઞિક રોડ માલવીયા ચોક 3,01,999
3 યાજ્ઞિક રોડ માલવીયા ચોક 1,35,000
4 યાજ્ઞિક રોડ માલવીયા ચોક 1,84,000
5 સરદારનગર મેઇન રોડ 1,84,000
6 હરિહર ચોક નજીક 1,21,999
7 રેસકોર્સ બહુમાળી ચોક શૂન્ય ટેન્ડર આવેલ નથી
8 રેસકોર્સ સ્ટેડિયમ દરવાજા પાસે 4,51,999
9 રેસકોર્સ ફન વર્લ્ડ દરવાજા પાસે 2,51,999
10 રેસકોર્સ બાલભવન પાસે 4,51,999
11 ઇન્કમટેક્સ ઓફિસ સામે 2,51,999
12 મેયર બંગલો સામે 2,21,999
13 જવાહર રોડ તોરલ કોમ્પ.સામે 2,11,999
14 કિસાનપરા કેન્સર હોસ્પિ.સામે 5,51,999
15 કિસાનપરા કેન્સર હોસ્પિ.સામે 5,61,999
16 કાલાવડ રોડ આત્મીય પાસે શૂન્ય ટેન્ડર આવેલ નથી
17 કાલાવડ રોડ કેકેવી ચોક કોર્નર 2,21,999
18 કાલાવડ રોડ ક્રિસ્ટલ મોલ સામે 5,51,999
19 કાલાવડ રોડ ફિલ્ટર પ્લાન્ટ પાસે 3,11,999
20 કાલાવડ રોડ સ્વિમિંગ પુલ પાસે 4,11,999
21 હોસ્પિટલ ચોક બ્રિજ-1 2,22,777
22 હોસ્પિટલ ચોક બ્રિજ-2 2,22,777
23 કેકેવી બ્રિજ કોટેચા બાજુ 19,51,999
24 કેકેવી બ્રિજ મોટામવા બાજુ 22,51,999
25 હોસ્પિટલ ચોક બ્રિજના છેડે 11,91,999
26 હોસ્પિટલ ચોક બ્રિજના છેડે 4,55,555
27 હોસ્પિટલ ચોક બ્રિજ છેડે 10,81,999
28 ગોંડલ રોડ બ્રિજ મવડી બાજુ 7,11,999
29 ગોંડલ રોડ બ્રિજ કોલેજ બાજુ 6,01,999
30 જડૂસ બ્રિજ એજી ચોક શૂન્ય ટેન્ડર આવેલ નથી
31 જડૂસ બ્રિજ મોટામવા તરફ 20,51,999
32 જડૂસ બ્રિજ પેકેજ-એ છ બોર્ડ 12,99,111
33 હોસ્પિટલ બ્રિજ પેકેજ-બી ચાર બોર્ડ 8,08,000
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech