પીડીએમ કોલેજના ફાટકે અન્ડર બ્રિજ બનાવવા નિર્ણય; સરકારને જાણ કરાઈ

  • August 24, 2023 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા દ્રારા ગોંડલ રોડ અને ઢેબર રોડ પરની ગંભીર ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે પી.ડી. માલવીયા કોલેજ ઓફ કોમર્સની સામેના રેલ્વે ફાટક ઉપર અંડર બ્રિજ બનાવવા માટે નિર્ણય કરાયો છે અને સરકારને પત્ર પાઠવીને આ નિર્ણયની જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
​​​​​​​
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ છેલ્લા ઘણા સમયથી ગોંડલ રોડ ઉપર માલવીયા ફાટકે અન્ડર બ્રિજ બનાવવો કે ઓવરબ્રિજ તે અંગે એનો સર્વે તેમજ ચર્ચા વિચારણા અને પરામર્શ ચાલી રહ્યો હતો. અલબત્ત અહીંયા શું વધુ ફિઝીબલ રહે તેના સર્વે માટે કન્સલ્ટન્ટ એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું અને કન્સલ્ટન્ટ એજન્સીએ કરેલા સર્વેના અંતે અહીં અન્ડર બ્રિજ વધુ ફિઝિબલ હોવાનું જણાવતા હવે અહીં અંડર બ્રિજ જ બનાવવો તેવો નિર્ણય કરવામાં આવ્યો છે.
સૂત્રોએ ઉમેયુ હતું કે પીડીએમ ફાટકે નિર્માણ થનારા બ્રિજનો ખર્ચ રાય સરકાર તરફથી મળનાર હોય માટે આ પ્રોજેકટની મંજૂરી રાય સરકારમાંથી લેવાની થાય છે, હાલમાં સૈદ્ધાંતિક મંજૂરીની અપેક્ષાએ પત્ર પાઠવ્યો છે સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળી જાય ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી આગળ વધશે. જોકે હજુ બ્રિજની ડિઝાઇન તૈયાર કરવામાં આવી નથી. ફકત પ્રાથમિક વિચારણા અંતર્ગત સૌપ્રથમ ઝેડ આકારનો બ્રિજ બનાવવા, ત્યારબાદ એસ આકારનો બ્રિજ બનાવવા, અને હવે છેલ્લે એલ આકારનો બ્રિજ બનાવવો તેવા ત્રણ વિકલ્પો વિચારાધીન છે. રાય સરકાર તરફથી સૈદ્ધાંતિક મંજૂરી મળે ત્યારબાદ ડિઝાઇનનું કામ શ થશે અને ડિઝાઇન ફાઇનલ થયા બાદ ટેન્ડર પ્રક્રિયાની કામગીરી હાથ ધરાશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application