દેશમાં નવેમ્બરની જેમ ડિસેમ્બર ગરમ રહેશે, ગુજરાતમાં કડકડતી ઠંડીના દિવસો ઓછા રહેશે, વરસાદની પણ આગાહી

  • December 03, 2024 08:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલ ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. ગુજરાતમાં અડધો નવેમ્બર મહિનો ગરમીવાળો રહ્યો હતો. જ્યારે નવેમ્બરના છેલ્લા 15 દિવસ દરમિયાન ગુજરાતીઓએ ઠંડીનો અનુભવ કર્યો હતો. ત્યારે હવામાન નિષ્ણાંતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવાના દિવસો ઓછા રહેશે તેવી આગાહી કરી છે. ડિસેમ્બર મહિનાના અંતમાં કડકડતી ઠંડી પડી શકે છે તેવું વ્યક્ત કર્યું છે. સાથે જ ડિસેમ્બર મહિનાના બીજા અઠવાડિયાના શરૂઆતના દિવસોમાં જ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે ભારતીય હવામન વિભાગે ડિસેમ્બર મહિનામાં ઠંડીના દિવસો ઓછા રહેશે તેવી આગાહી કરી છે. જેમાં ગુજરાતમાં


4થી 8 ડિસેમ્બર સુધીમાં અરબસાગરમાં એક ડીપ ડિપ્રેશન સર્જાઇ શકે છે
હવામાન નિષ્ણાંતના જણાવ્યા અનુસાર આગામી 4થી 8 ડિસેમ્બર દરમિયાન અરબસાગરમાં એક ડીપ ડિપ્રેશન સર્જાઇ શકે છે. જે ઓમાન તરફ આગળ વધશે. ખાસ કરીને 8થી 10 ડિસેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ વરસવાની શક્યતા છે. જો કે, ગુજરાત પર તેની ગંભીર અસર થશે નહીં. પરંતુ આગામી 16થી 20 ડિસેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેસર સર્જાઈ શકે છે. જે દક્ષિણ પૂર્વ ભાગ તરફ ગતિ કરશે અને તેને કારણે દેશના કેટલાક ભાગોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે. જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક બાદ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રહેતા હોવાથી તેની અસરને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને આગામી 4 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પર રહેતા તાપમાનમાં વધારો થતાં ઠંડીનું પ્રમાણ ઘટવાની શક્યતા વ્યક્ત કરી છે.




22થી 27 ડિસેમ્બર સુધી શીત લહેરની અસર વર્તાશે
22થી 27 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં એક શીત લહેરની અસર વર્તાશે. એટલે કે, 27 ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા છે. એટલે કે કહી શકાય કે, વર્ષ 2025ની શરૂઆત ગુજરાતીઓ માટે હાડ થીજવતી ઠંડી લાવશે તથા ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ ગુજરાતમાં શિયાળાની મજબૂત અસર વર્તાશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ રહેશે. આ ઉપરાંત ડિસેમ્બર મહિનાનું પ્રથમ પખવાડિયામાં મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોનું લઘુત્તમ તાપમાન 15થી 18 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. તથા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં 12થી 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવાની શક્યતાઓ છે.


નવેમ્બર મહિનાની જેમ ડિસેમ્બરમાં સામાન્ય ઠંડી પડશે
ભારતીય હવામાન વિભાગે ડિસેમ્બર માસ માટેની આગાહી કરી છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામન્ય કે સામાન્યથી વધુ રહેવાની શક્યતા છે. તેમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની શક્યતાને કારણે રાત્રિ દરમિયાન ઠંડીનું જોર સામાન્ય રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાનમાં સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓનું મહત્તમ તાપમાન એટલે કે, દિવસ દરમિયાનનું તાપમાન સામાન્ય કે સમાન્યથી વધુ રહેવાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં દિવસ દરમિયાન પણ સમાન્ય ગરમીનો અનુભવ થઈ શકે છે. એટલે કહી શકાય કે, વર્ષ 2024ને ડિસેમ્બર માસમાં પણ નવેમ્બર માસની જેમ જ સમાન્ય ઠંડી રહેવાની શક્યતા છે.



આ વર્ષે ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાં સમાન્ય કરતાં ઓછા દિવસો માટે શીત લહેરની અસર રહશે. મુખ્યત્વે દેશમાં રાજસ્થાન અને આસપાસના રાજ્યમાં શીત લહેરની અસર વર્તાતી હોય છે. જેની અસરને પગલે કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં શીત લહેરની અસરને કારણે ઠંડીનું પ્રમાણ વધુ રહેતું હોય છે.


ગુજરાતમાં પણ આ વર્ષે શીત લહેરની અસર ઓછી રહશે ​​​​​​​
જો કે, ગુજરાતમાં અન્ય રાજ્યની સરખામણીમાં શીત લહેરના દિવસોનું પ્રમાણ ઓછું હોય છે. એટલે કે, જો દિલ્હી, પંજાબ અને રાજસ્થાન જેવા રાજ્યમાં શીત લહેર પાંચથી છ દિવસ સુધી હોય તો ગુજરાતમાં તેની સામે ફક્ત બે કે ત્રણ દિવસ માટે જ શીત લહેરની અસર વર્તાતી હોય છે. જેમાં આ વર્ષે એટલે કે, ડિસેમ્બર 2024માં હવામાન વિભાગની આગાહી મુજબ દેશભરમાં શીત લહેરનું પ્રમાણ સમાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે એટલે કે, ગુજરાતમાં પણ આ વર્ષે શીત લહેરની અસર ઓછી રહશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application