દેબોલિના ભટ્ટાચાર્ય અને સ્વરા ભાસ્કરે કરી ઇદની ઉજવણી

  • April 25, 2023 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • દેબોલિના અને સ્વરાએ મુસ્લિમ યુવાનો સાથે કર્યા છે લગ્ન
  • બંને એક્ટ્રેસિસે પરંપરાગત પોશાકમાં ઇદ મુબારક પાઠવી


પવિત્ર રમઝાનના મહિનાભરના રોઝા બાદ સમગ્ર દેશમાં ઇદનો તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવાઇ ગયો. જેમાં બોલીવૂડ પણ જોડાયું સલમાન ખાને તેની ફિલ્મની રિલીઝ સાથે ઇદાની પાર્ટી પણ યોજી. તો બીજી બાજુ મુસ્લિમ પરિવારની વહુ બનેલી એક્ટ્રેસિસ દેબોલિના ભટ્ટાચારજી અને સ્વરા ભાસ્કરે તેમની પહેલી ઇદની ઉજવણી કરી હતી.


દેબોલિના અને સ્વરા બંને ટેલેન્ટેડ એક્ટ્રેસીસ છે. બંનેએ મુસ્લિમ છોકરાઓ સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી બંનેની પહેલી ઈદ હતી. આ અવસરે બંનેએ પોતાના નવી ફેમિલી માટે સેવૈયાં અને ઈદના સ્પેશિયલ પકવાન પણ બનાવ્યા હતા. સાથે ઇદ મુબારકની તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.


દેબોલિનાએ ગયા વર્ષે ડિસેમ્બરમાં શાહનવાઝ શેખ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારે તે લગ્નને લઈને ઘણી ટ્રોલ પણ થઈ હતી, પરંતુ તે તેની પરવા કરતી નથી. દેબોલિનાએ ઈદના અવસર પર એક ખૂબસૂરત તસવીર શેર કરીને ફેન્સને શુભેચ્છા પાઠવી છે. આ તસવીરમાં તે ટ્રેડિશનલ મુસ્લિમ આઉટફિટમાં જોઈ શકાય છે. તે માથું ઝુકાવીને આદાબ કરતા જોવા મળી રહી છે. દેબોલિનાએ આ તસવીર શેર કરી અને લખ્યું, ઈદ મુબારક. આ સાથે તેણે એક ઈન્ટરવ્યુમાં પોતાની પહેલી ઈદને લઈને પોતાની એક્સાઇટમેન્ટ વ્યક્ત કરી છે.  



બીજી બાજુ સ્વરા ભાસ્કર પણ લગ્ન પછી પહેલી ઈદ સેલિબ્રેટ કરી રહી છે. તેણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ફહાદ અહેમદ સાથે લગ્ન કર્યા હતા. ફહાદ જેએનયુનો વિદ્યાર્થી હતો અને સમાજવાદી પાર્ટીની યુવા વિંગનો સભ્ય રહી ચુક્યો છે. ફહાદ અહેમદ જુલાઈ 2022માં સમાજવાદી પાર્ટીમાં જોડાયો હતો. તેઓ એક્ટિવ પોલિટિશિયન પણ છે.


 એક દિવસ પહેલા સ્વરા ભાસ્કરે ઈદનો ચાંદ દેખાવાનો વીડિયો શેર કર્યો હતો અને ફેન્સને ઈદની શુભકામનાઓ પાઠવી હતી. સ્વરા ભાસ્કરે પણ ઈદ માટે ખાસ મેકઅપ કર્યો છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે. આ ઈદ સ્પેશિયલ મેકઅપ બાદ તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application