તાજેતરમાં રાજકોટ શહેરમાં ગેરકાયદે બાંધકામો માટે ભારે ચર્ચાસ્પદ બનેલા વોર્ડ નંબર નવમાં આજે યોજાયેલા લોક દરબારમાં ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને બાંધકામો અંગેની કુલ ૩૨ ફરિયાદો આવી હતી. લોક દરબાર અંતર્ગત કુલ ૯૯ ફરિયાદો રજૂ થઈ હતી તે પૈકી ૩૨ ફરિયાદો ટીપી બ્રાન્ચ અને બાંધકામોને લગતી હતી તેવું સત્તાવાર જાહેર કરાયું છે.
કુલ ૯૯ ફરિયાદોમાં સફાઈને લગતી ૨૮ ફરિયાદો, બાંધકામોને લગતી ૨૯ ફરિયાદો, ટીપી બ્રાન્ચને લગતી ત્રણ ફરિયાદો, દબાણ હટાવને લગતી બે ફરિયાદો, આવાસ ને લગતી બે ફરિયાદો, આંગણવાડીની એક ફરિયાદ, અન્ય વિભાગોની પાંચ ફરિયાદો, સ્ટ્રીટલાઈટને લગતી નવ ફરિયાદો, પાણીને લગતી ત્રણ ફરિયાદો, ડ્રેનેજની ત્રણ ફરિયાદો, ગાર્ડનની ૧૧ ફરિયાદો, એસ્ટેટની એક, રખડું ઢોર કૂતરાની એક અને વેરા વસુલાતની એક સહિત કુલ ૯૯ ફરિયાદો રજૂ થઈ હતી.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૯માં યોજાયેલ મેયર તમારા દ્રારે..લોક દરબારમાં વોર્ડ નં.૯ના નાગરિકો દ્રારા પ્રોપર્ટી કાર્ડ બાબત, સફાઈ બાબત, મહાદેવ પાર્ક (વિકલાંગ કર્મચારી સોસાયટી)માં સ્ટ્રીટ લાઈટ, પાણી નિકાલ, વૃક્ષો ટ્રીમિંગ કરવા બાબત, મહાદેવ વાડી પાસેની શેરીમાં પેવિંગ બ્લોક નાખવા બાબત, ભૂગર્ભ ગટર સફાઈ કરવા બાબત, વોર્ડમાં નં.૯માં અશાંત ધારો લગાવવા બાબત, કિસ્મતનગરમાં કચરા પેટી મુકવા બાબત, અખાધ ચીજોની ચકાસણી વોર્ડ વાઇઝ કરવા બાબત, સાધુવાસવાણી રોડ ઉપર રેંકડીનું દબાણ દૂર કરવા બાબત, ભગતસિંહજી ગાર્ડનમાં યુરિનલ બનાવવા બાબત, વોર્ડ નં.૯માં બાપાસીતારામ ચોક પાસે હોકર્સ ઝોન બનાવવા બાબત, સોમનાથ સોસાયટીમાં સફાઈ કરવા બાબત, શ્યામલ વાટીકા પાસે પાણી ભરાવા બાબત, શિવપરામાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવાના પ્રશ્નો, સરકારી કર્મચારી સોસાયટીમાં પરમિશન વગર બાંધકામ થયું છે, જાહેર માર્ગ પર રહેલી રેંકડીઓ હોકર્સ ઝોનમાં શિટ કરવા બાબત, વૃક્ષોનું ટ્રીમિંગ કરવા બાબત, ટેકસ આકારણી બાબત, કિસ્મતનગર મેઈન રોડ પર પાણી ભરાવા બાબત, આધાર કાર્ડ બાબત, યોગી નિકેતન શિવમ પાર્ક હોકર્સ ઝોનમાં નિયમિત સફાઈ કરવા બાબત અને સ્ટ્રીટ લાઈટ નાખવા બાબત, અંબિકા પાર્ક સોસાયટીમાં ટીપરવાન નિયમિત નથી આવતી, અક્ષર પાર્ક રૈયા ચોકડી પાસે ટ્રાફિકની રજુઆત વગેરે મુખ્ય બાબતોના પ્રશ્નો અને રજુઆતો રજુઆતો આવી હતી
કાલે વોર્ડ નં.10માં લોકદરબાર
આવતીકાલ તા.2-8-2024 ને શુક્રવારના રોજ સવારે 9 થી 11 દરમ્યાન વોર્ડ નં.10માં કવિ શ્રી અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલ પાર્કિંગ, એસ.એન.કે.સ્કુલ સામે, આકાશવાણી ચોક, યુનિ.રોડ, રાજકોટ ખાતે મેયર તમારા દ્વારે લોક દરબાર કાર્યક્રમ યોજાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech