સુરતમાં એક અનોખી ઘટના સામે આવી છે. જ્યાં લગ્ન પ્રસંગમાં જમવાનું ઓછું પડવાના કારણે જાનૈયાઓ રોષે ભરાઈને વરરાજા સાથે લગ્ન વગર જ પરત ફરી ગયા હતા.
શું બન્યું હતું?
સુરતના વરાછા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર વાડીમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. લગ્નમાં હાજર રહેલા જાનૈયાઓને જમવાનું ઓછું પડતા તેઓ રોષે ભરાયા હતા. આ બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો અને પરિણામે જાનૈયાઓ વરરાજા સાથે લગ્ન વિધિ કર્યા વગર જ પરત ફરી ગયા હતા.
પોલીસે કરાવ્યું સમાધાન:
સમગ્ર ઘટનાથી ગભરાયેલ કન્યાના પિતાએ વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ વરાછા પોલીસ દ્વારા વર-કન્યા પક્ષને પોલીસ સ્ટેશનમાં બોલાવીને સમજાવ્યા હતા. પોલીસની દરમિયાનગીરીથી સુખદ સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો હતો. બંને પક્ષના લોકો લગ્ન માટે સહમત થયા હતા અને પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓની સામે જ વર-કન્યાએ વરમાળા પહેરાવી હતી. અને ત્યારબાદ વાજતે-ગાજતે જાનૈયાઓ જાન લઈને લગ્નસ્થળ પર પહોંચ્યા હતા. આમ સમસ્યાનું સુખદ સમાધાન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application13 ફેબ્રુઆરીએ થઈ શકે છે પીએમ મોદી અને યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત: સૂત્રો
February 03, 2025 10:52 PMટ્રમ્પ મેક્સિકો પ્રત્યે નરમ પડ્યા! ટેરિફ એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો
February 03, 2025 10:50 PMસુરતમાં લગ્નમાં જમવાનું ઓછું પડતાં જાન પાછી ફરી, પોલીસે કરાવ્યું સમાધાન
February 03, 2025 10:03 PMલોકસાહિત્યના સમ્રાટ ભીખુદાન ગઢવીએ લોકડાયરાને જાહેર પ્રોગ્રામમાં જાહેર કરી નિવૃતી
February 03, 2025 10:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech