બેંગલુમાં ગેરકાયદે ખડકવામાં આવી રહેલી એક ઇમારત ભારે વરસાદમાં ધસી પડી હતી અને તેમાં અનેક મજુરો કામ કરી રહ્યા હતા, જેમાં ૫ મજુરના ગંભીર ઈજાના પગલે મોત નીપયા છે,જયારે રેસ્કયુ ટીમે ૧૩ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા છે.જેમાંથી ૫ લોકોની હાલત હજુ ગંભીર ગણાવાઈ રહી છે.બેંગલુમાં મંગળવારે સાંજે ભારે વરસાદને કારણે ધરાશાયી થયેલી બહત્પમાળી ઈમારતના કાટમાળ નીચે ઘણા લોકો ફસાયા હતા.ભારે વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાયા હોઈ બચાવ કાર્યમાં વિધ્ન આવી રહ્યા છે.
બેંગલુના બાબુસાપલ્યામાં ભારે વરસાદ વચ્ચે મંગળવારે નિર્માણાધીન ૭ માળની ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટના એવા સમયે બની છે યારે શહેરમાં ભારે વરસાદ ચાલુ હતો . ઇમરજન્સી વિભાગના બે બચાવ વાહનો રાહત કાર્ય માટે તૈનાત કરવામાં આવ્યા છે. ભારે વરસાદ બાદ શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. બેંગલુના યેલાહંકામાં એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેકસના રહેવાસીઓને ભારે પૂર પછી બોટનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમો મંગળવારે સાંજથી બચાવ કામગીરી કરી રહી છે.કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમારે અકસ્માત સ્થળની મુલાકાત લીધી અને કહ્યું કે બેંગલુમાં તમામ ગેરકાયદે બાંધકામો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું,મેં અધિકારીઓને શહેરમાં આવા બાંધકામોની ઓળખ કરવા અને તેને તાત્કાલિક બધં કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે નિર્માણાધીન આ બિલ્ડિંગની અંદર ફસાયેલા તમામ લોકો બાંધકામ મજૂર છે જેઓ બિલ્ડિંગની નીચે રહેતા હતા. આખા શહેરમાં પડેલા ભારે વરસાદને પણ પત્તાના પોટલાની જેમ મકાન ધરાશાયી થવાનું એક કારણ માનવામાં આવે છે. બેંગલુમાં ૧૮૬.૨ મીમી વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા ૨૫ વર્ષમાં એક દિવસનો સૌથી વધુ વરસાદ હોવાનું કહેવાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય ઇમિગ્રન્ટ્સ મુદે ટ્રમ્પ અને ટ્રુડોના આકરા તેવર, સાઉદી પ્રિન્સનું કુણું વલણ
January 24, 2025 10:52 AMદ્વારકામાં એસિડ પી લેનાર પરિણીતાનું મોત
January 24, 2025 10:50 AMરોટરેક્ટ કલબ ઓફ જામનગર દ્વારા "ચેસ ટુર્નામેન્ટ" નું આયોજન
January 24, 2025 10:49 AMભાણવડના બરડા ડુંગર વિસ્તારમાંથી બે માનવ કંકાલ મળ્યા
January 24, 2025 10:47 AMઆંખની તપાસ દ્વારા મળી શકશે ડિમેન્શિયા જેવા મગજના ગંભીર રોગોની જાણકારી
January 24, 2025 10:46 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech