સુરતમાં 6 અને 7 જુલાઇના વરસેલા અનરાધાર વરસાદે ભારે તબાહી મચાવી દીધી છે. સુરતમાંથી પસાર થતી ખાડીઓ હાલ જાણે 'મોતનો કૂવો' બની હોય તેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ખાડીઓ ઓવરફ્લો થતાં રહેણાંક વિસ્તારો અને રસ્તાઓ પર પૂરના પાણી ફરી વળ્યા હતા. આ જળબંબોળની સ્થિતિ વચ્ચે ભેસ્તાનમાં 3, લિંબાયતમાં 3, ડિંડોલીમાં 2, વાલક પાટીયામાં 2, સારોલીમાં 1, અમરોલીમાં 1, સરથાણામાં 1 અને પુણામાં 1 યુવાન સહિત કુલ 14 લોકોના આજે મૃતદેહ મળી આવ્યા છે.
આ ઘટનાઓને પગલે મૃતકોના પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે, જ્યારે સરથાણા વિસ્તારમાં ધસમસતા પ્રવાહમાં બે ભાઈ સાથે કાર ખાડીમાં ખાબકી હતી. જેમાં એક ભાઈનો બચાવ થયો છે, જ્યારે બીજા ભાઈનો પણ મોડી સાંજે મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે કાર ખાડીના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાતી હોવાના CCTV પણ સામે આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઓફિસની નજીકમાં જ આ ઘટના બની હોવાથી રાત્રે અને દિવસે પણ ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.
વરસાદી આફતમાં 40 લોકોનાં મોત
ડિંડોલી પ્રસાદ કાપડે ડૂબી જતા
પુણાગામ મહેશ ઝાલોદરા ડૂબી જતા
પુણાગામ પરેશસિંહ ખેંગાર ડૂબી જતા
સચિન સંજીત મહંતો ડૂબી જતા
પાંડેસરા સત્યન શ્રીવાસ્તવ ડૂબી જતા
પાંડેસરા અનુભવ કોળી ડૂબી જતા
ઉન પાટિયા હારુન અંસારી ડૂબી જતા
ઉન પાટિયા ફારુક અંસારી ડૂબી જતા
ડિંડોલી અજાણ્યા યુવક ડૂબી જતા
વેડરોડ નરેન્દ્ર વાનખેડે ડૂબી જતા
પાંડેસરા તેજબહાદુર પડી જતા
ભેસ્તાન રામભાવ કાહલે ડૂબી જતા
ડિંડોલી પ્રણય ઠાકુર ડૂબી જતા
ડિંડોલી ચંદ્રેશ રાજભર ડૂબી જતા
ડિંડોલી હર્ષલ કરંકાળ ડૂબી જતા
ડિંડોલી અજીત પટેલ ડૂબી જતા
વાલક પાટિયા અલ્પેશ દેસાઈ ડૂબી જતા
પાલી ક્રિષ્ના ડૂબી જતા
પાલી શ્રેયા ડૂબી જતા
સરથાણા સંદીપ ચોવટીયા ડૂબી જતા
ભેસ્તાન પ્રમોદભાઈ ભાડાણી ડૂબી જતા
ભેસ્તાન બે અજાણ્યા યુવક ડૂબી જતા
લિંબાયત કામરાન પટેલ ડૂબી જતા
હનુમાન શેરી જાવીદ શાહ ડૂબી જતા
લિંબાયત મનોજ સારેલ ડૂબી જતા
ગોદાદરા-પુણા રોડ ધનરાજ ધકાતે ડૂબી જતા
સારોલી અજાણ્યા શખ્સ ડૂબી જતા
સરથાણા હિતેશ ચંદની ડૂબી જતા
અમરોલી રામજી બાંભણીયા ડૂબી જતા
ભીમરાડ પટેલ ફળિયા દેવ પટેલ વીજ કરંટ
રાંદેર આઝમ વીજ કરંટ
રાંદેર સલમાન વીજ કરંટ
ડિંડોલી વિનોદકુમાર સિંઘ વીજ કરંટ
લિંબાયત શાહિદ સિદ્દિકી વીજ કરંટ
પાંડેસરા રામ પાંડે વીજ કરંટ
માન દરવાજા અલીના વીજ કરંટ
વરાછા અરૂણ પંડિત ઝાડ પડતા
વરાછા નરેશ પીપલીયા ઝાડ પડતા
કતારગામ રિશિતા મિસ્ત્રી વીજળી પડતા
ખાડીના પાણીએ લીધા ભોગ
લિંબાયત (મીઠીખાડી): ખાનપુરા પાસે રહેતો 17 વર્ષીય કિશોર કામરાન સાદીક પટેલ મીઠીખાડીના પાણીમાં ડૂબી જતાં તેનો મૃતદેહ મળી આવ્યો છે.
હનુમાન શેરી: મીઠીખાડી પાસે જ રહેતો 22 વર્ષીય યુવાન જાવીદ હબીબ શાહ પણ ઘર નજીક પાણીમાં ડૂબી ગયેલી હાલતમાં મૃત મળી આવ્યો હતો.
મામાનગર: લિંબાયતના મામાનગરમાં રહેતો 29 વર્ષીય મનોજ લાલજી સારેલ ગત રાત્રે ઘર નજીક ખાડીના પાણીમાંથી મૃત હાલતમાં મળી આવ્યો હતો.
ગોડાદરા-પુણા રોડ: દ્રાકેશનગરમાં રહેતો 27 વર્ષીય ધનરાજ બાપુદાસ ધકાતે પુણા રોડ આશિર્વાદ ટેક્સટાઇલ માર્કેટ પાછળથી મૃત મળી આવ્યો છે.
સારોલી અને સરથાણા: સારોલી વિસ્તારમાં પાણીમાંથી એક અજાણ્યા શખ્સની લાશ મળી છે. જ્યારે સરથાણા વિસ્તારમાં 40 વર્ષીય હિતેશ હસમુખ ચંદનીનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે.
અમરોલી: અમરોલી ખાડીમાંથી પણ 44 વર્ષીય રામજી ભુરાભાઈ બાંભણીયાની લાશ મળી આવતા ફાયર બ્રિગેડે બહાર કાઢી હતી.