ખંભાળિયા તાલુકાના સામોર ગામે રહેતા દવુભાઈ નારણભાઈ ગોજીયા નામના 65 વર્ષના વૃદ્ધને ગઈકાલે બુધવારે તેમના ઘરે હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ મૃતકના પુત્ર રણમલભાઈ ગોજીયાએ અહીંની પોલીસને કરી છે.
ઓખામાં યુવાન પર ધોકા વડે હુમલો: મારી નાખવાની ધમકી
ઓખાના બર્માશલ ક્વાર્ટર વિસ્તારમાં મફતિયા પરા ખાતે રહેતા અલ્તાફભાઈ મુસાભાઈ ચૌહાણ નામના 35 વર્ષના યુવાન સાથે કોઈ બાબતે બોલાચાલી કરી અને રાત્રિના સમયે તેમના ઘરે આવી, આરોપી એવા પીર લાખાસર (તા. ખંભાળિયા) ના રહીશ હનીફ ઉઢા દેથા નામના શખ્સે તેમને બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે બેફામ માર મારી, ફ્રેકચર સહિતની ઇજાઓ કર્યા કરતા તેમને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ફરિયાદી અલ્તાફભાઈ ચૌહાણને બેફામ માર મારી, આરોપી નાસી છૂટ્યો હતો. જે અંગે ઓખા મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેની તપાસ પી.એસ.આઈ. ઝરૂ ચલાવી રહ્યા છે.
મીઠાપુરનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
મીઠાપુર તાબેના ગઢેચી ગામે રહેતા સુભાષભા ઉઢાભા સુમણીયા નામના 24 વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની ચાર બોટલ સાથે ઝડપી લઇ, ગુનો નોંધ્યો હતો.
ખંભાળિયાના સિદ્ધપુર ગામે જુગાર રમતા છ શખ્સોને એલસીબી પોલીસે દબોચી લીધા
ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામની સીમમાં જુગાર રમતો હોવાની બાતમી સ્થાનિક ગુના શોધક શાખાને પેટ્રોલિંગ દરમિયાન મળતા નર્મદા પંપની સામે આવેલી બાવળની ઝાળીમાં બેસીને બપોરના સમયે ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા ટપુ પાલા ભાંગરા, સુમાત નારણ ચાવડા, ધરણાંત કાના ગોરીયા, જગા દેવશી ગોજીયા, નુંઘા પાલા ચેતરીયા અને અરજણ રામશી સુવા નામના છ શખ્સોને પોલીસે દબોચી લીધા હતા. ઝડપાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 41,800 રોકડા તથા રૂપિયા 19,500 ની કિંમતના છ નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 61,300 નો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈ અને દિલ્હીમાં ભવ્ય સફળતા બાદ રાજાધિરાજઃ લવ, લાઇફ, લીલા – હવે દુબઈને મંત્રમુગ્ધ કરશે
March 10, 2025 06:16 PMસરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ
March 10, 2025 05:51 PMસરકારી કર્મીઓ બાદ હવે પ્રત્યેક ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા તંત્ર દ્વારા અનુરોધ
March 10, 2025 05:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech