સિંગચ ગામમાં વૃઘ્ધનું બાથરુમમાં પટકાતા મૃત્યુ

  • November 11, 2023 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતા વૃઘ્ધ પોતાના ઘેર બાથરૂમમાં પટકાઇ પડ્યા હતા. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા પછી તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતા ગરીબનાથ છગનનાથ ગોસાઈ નામના ૬૦ વર્ષના વૃઘ્ધને પોતાના ઘેર બાથરૂમમાં એકાએક ચક્કર આવતાં પટકાઈ પડ્યા હતા, અને બેશુદ્ધ બન્યા હતા. તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર વિપુલનાથ ગરીબનાથ ગોસાઈએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application