તાવને કારણે કાલાવડ તાલુકાના નવાગામની વૃઘ્ધાનું મોત

  • June 06, 2023 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૦ દિવસ તાવ આવ્યા બાદ કાલાવડના સરકારી દવાખાને સારવાર લેવા ગયા બાદ ડોકટરોએ તેને દવાખાનામાં જ મૃત જાહેર કર્યા

એક તરફ અસહ્ય ગરમીનો માહોલ શરુ થઇ ચૂકયો છે, બીજી તરફ ધીરે-ધીરે તાવ, ઝાડા, ઉલ્ટીના કેસો વધી રહ્યા છે ત્યારે મુળ દાહોદની અને હાલમાં કાલાવડના નવાગામ ખાતે રહેતી ખેતી મજુરી કામ કરતી ૫૫ વર્ષની એક વૃઘ્ધાને ૧૦ દિવસ સુધી તાવ આવ્યા બાદ તેનું મૃત્યુ થયું છે.
જાણવા મળતી માહિતી મુજબ મુળ દાહોદની અને હાલ કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતી બદલીબેન સેતનભાઇ ડામોર નામની ૫૫ વર્ષની વૃઘ્ધાને ૧૦ દિવસ સુધી તાવ આવ્યો હતો, ત્યારબાદ તેણી તા.૫ના રોજ સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં સારવાર લેવા માટે ગઇ હતી, જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ થયું હતું. આમ લાંબા સમય બાદ તાવને કારણે વૃઘ્ધાનું મોત થયું છે.
છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમીને કારણે તાવ, ઝાડા, ઉલ્ટી અને ડી-હાઇડ્રેશનના કેસો વધતાં જાય છે, જામનગર શહેરમાં પણ જી.જી.હોસ્પિટલ ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારના કેસો વધી રહ્યા છે, ગામડાઓમાં પીએચસી કેન્દ્રોમાં પણ તાવના કેસો વઘ્યા છે ત્યારે નવાગામની વૃઘ્ધાનું ૧૦ દિવસ સુધી તાવ આવ્યા બાદ સારવાર દરમ્યાન તેણીનું મોત થતાં નાનકડા ગામમાં શોકની લાગણી જન્મી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application