લાલપુર નજીક સેતાલૂસમાં રહેતા પરપ્રાંતીય શ્રમિક યુવાને નશીલો પદાર્થ પી જતાં વિપરીત અસર થયા પછી મૃત્યુ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં એક વાડીમા કુવો ગાળવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં કામ કરી રહેલા પરપ્રાંતિય શ્રમિક યુવાન પર ભેખડ ધસી પડતાં ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહેતા પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ નશિલો પદાર્થ પી લીધો હતો, જેના કારણે વિપરીત અસર થયા પછી તેનું મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાન નો વતની અને હાલ કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામમાં આવેલી ગિરવંતસિંહ માલુભા જાડેજા નામના ખેડૂતની વાડીમાં રહીને ખેત મજુરી કામ કરતો લાલરામ હજારી રામ ભીલ નામનો યુવાન અન્ય શ્રમિકોની સાથે કૂવો ગાળવાનું કામ કરી રહ્યો હતો, જે દરમિયાન તેની માથે ભેખડ ધસી પડવાથી ગંભીર ઈજા થતાં તેનું કરુણ મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પરતારામ ત્રિલોકરામ ભીલે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત મૂળ છત્તીસગઢનો વતની અને હાલ લાલપુર તાલુકાના સેતાલુસ ગામમાં રહીને મજૂરી કામ કરતો સુખલાલ શ્રીરામ પાંડો નામનો ૩૦ વર્ષનો પરપ્રાંતીય શ્રમિક યુવાન, કે જેણે ગઈકાલે કોઈપણ વખતે નસીલો પદાર્થ પી લીધો હતો, જેથી તેને વિપરીત અસર થવાથી બેશુદ્ધ બન્યો હતો, અને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે તેની સાથે જ મજૂરી કામ કરતા રાજેન્દ્ર જેઠુભાઈએ પોલીસને જાણ કરતાં મેઘપર પોલીસે જી.જી. હોસ્પિટલમાં દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ ના આધારે સમગ્ર બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશગઢ ગામ પાસેથી દારુની ૨૬૪ બોટલનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ
December 23, 2024 04:22 PMસાયન્સ સેન્ટર ખાતે સૌથી મોટી ઝોનલ લેવલની જઝઊખ ક્વિઝ
December 23, 2024 04:21 PMઆહીર સમાજના ભામાશા જવાહર ચાવડા જિલ્લાના પ્રવાસે, અનેક આહીર યુવાનો અગ્રણીઓને રુબરુ મળ્યા
December 23, 2024 04:20 PMસોમનાથ સૂર્યવંશીની હત્યા માટે મહારાષ્ટ્રના CM ફડણવીસ જવાબદારઃ રાહુલ ગાંધી
December 23, 2024 04:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech