જામજોધપુર તાલુકાના મોટી ગોપ ની ગોળાઈ પાસે એક બાઈક ની પાછળ ની સીટમાં બેઠેલા ૬૦ વર્ષના બુઝુર્ગ મહિલા નીચે પટકાઈ પડ્યા હતા, અને માથાના ભાગે ગંભીર ઈજા થયા પછી તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા શાંતાબેન કાંતિભાઈ જોશી નામના ૬૦ વર્ષના વિપ્ર બુઝુર્ગ મહિલા કે જેઓ ગઈકાલે બાબુભાઈ મનસુખભાઈ જોશી ના બાઈક માં પાછળ બેસીને જઈ રહ્યા હતા, જે દરમિયાન મોટીગોપ પાસે એકાએક બાઈક સ્લીપ થઈ જતા શાંતાબેન નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી ભાંણવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પતિ કાંતિભાઈ નાનજીભાઈ જોશી એ પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો, રિયાસી હુમલાનો માસ્ટરમાઇન્ડ અબુ કતલ ઠાર
March 16, 2025 09:25 AMઅંજારમાં તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકો ડૂબ્યા, ત્રણ બાળકોના મોત, બેની શોધખોળ ચાલુ
March 15, 2025 11:07 PMગુજરાતમાં ટ્રાન્સપોર્ટરો માટે નવો નિયમ: ટોલ પ્લાઝા પર દસ્તાવેજો અપડેટ ન હોય તો ઈ-ચલણ
March 15, 2025 11:06 PMRTE પ્રવેશ માટે આવક મર્યાદામાં વધારો: ગરીબ અને વંચિતોને મોટી રાહત
March 15, 2025 11:04 PMરાજ્યમાં પોલીસની કડક કાર્યવાહી: 100 કલાકમાં ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ
March 15, 2025 11:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech