આર.કે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ડેન્ગ્યુના કારણે મોત, વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ કાઢી નોંધાવ્યો વિરોધ

  • October 12, 2023 10:45 PM 

આર.કે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ડેન્ગ્યુના કારણે મોત થયાના સમાચાર સામે આવ્યા છે. જેને લઈને શિક્ષણ જગતમાં હાહાકાર મચી જવા પામ્યો છે. અને કોલેજના સાથી વિદ્યાર્થીઓએ કેન્ડલ માર્ચ કાઢી કોલેજનો વિરોધ નોંધાવ્યો હતો.


પ્રાપ્ત માહિતી પ્રમાણે આરકે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અંદાજીત 24 વર્ષના રપુ કુમાર નામના વિદ્યાર્થીનું આજે એટલે કે ગુરૂવારના રોજ સાત વાગ્યે મોત થયું હતુ. ઘટનાની વાત કરીએ તો મંગળવારે વિદ્યાર્થીને માધાપર સર્કલ પાસે આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિદ્યાર્થીને લેટ એડમિટ કરવામાં આવ્યો હતો. જેના કારણે રિકવરી કોઈપણ સંજોગોમાં પોસિબલ ન હતી.


પ્લેટલેટ ઘટીને 15000 થયા હતા

કોલેજના વિદ્યાર્થીના જણાવ્યા પ્રમાણે જો વાત કરીએ તો રપુ કુમાર છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતો. પરંતુ કોલેજની એટેન્ડન્સ અને પરીક્ષાને લઈને કોલેજ આવવુ પડ્યુ હતુ. તે એ હદ સુધી બિમાર હતો કે તેમના પ્લેટ લેટ 15000 થઈ ગયા હતા. જે સામાન્ય લોકોના અંદાજીત બે લાખ હોવા જોઈએ. આ ઉપરાંત કોલેજમાં પણ ગંદકીનું સામ્રાજ્ય હોવાની વાત પણ કરી હતી. જો કે આજે વિદ્યાર્થીના મોત બાદ કોલેજ તંત્ર સતર્ક થયુ હતુ અને સાફ સફાઈ કરાવી હતી.


ઝોનલ પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ રોહિત રાજપુતે પણ આ ઘટનાને લઈને કોલેજ પર અનેક સવાલો કરી દિધા હતા. રોહિતે આજકાલના પ્રતિનિધી સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, મને આજે આર કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીના કોલ આવ્યા હતા. કોલેજમાં ગંદકીને લઈને પણ ફરિયાદ કરી હતી. તેમજ કોલેજમાં એટેન્ડન્સને લઈને પણ વાત કરી હતી. રોહિતે વધુમાં જણાવ્યું હતુ કે, આર.કે યુનિવર્સિટીમાં ડેન્ગ્યુના કારણે એક બિહારી વિદ્યાર્થીનું મોત થવા પાછળ મુખ્ય જવાબદાર કારણ સત્તાધીશોની બેદરકારી છે. મરણજનાર વિદ્યાર્થીના સાથી મિત્રોએ મને ફરિયાદ કરી હતી કે, હોસ્ટેલમાં ખુબ જ ગંદકી હોય છે તેથી મચ્છરનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં રહે છે. આ ઉપરાંત હોસ્ટેલમાં જમવાનું યોગ્ય નથી જેના કારણે અનેક વિદ્યાર્થીઓ બીમાર પડયા કરે છે. આ વિદ્યાર્થી જયારે બીમાર પડ્યો ત્યારે તેમને યુનિવર્સિટી મેનેજમેન્ટ શૈક્ષણિક હાજરી ઓછી હોવાથી મેડિકલ લીવ ના આપી હોવાની વાત પણ સામે આવી છે. ત્યારે આ વિદ્યાર્થી યુવાનના મોત પાછળ જવાબદાર કોણ? 


ઝોનલ પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિ રોહિત રાજપુતે આજકાલના પ્રતિનિધી સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, બાળકોના વાલીઓ હજારો કિલોમીટર દૂરથી યુનિવર્સિટીના સત્તાધીશોના વિશ્વાસે અભ્યાસ માટે મુકતા હોય છે તેમના ભવિષ્યની ચિંતા તેમને સતત સતાવતી હોય છે. ત્યારે મેનેજમેન્ટની જવાબદારી બને કે વિદ્યાર્થીઓની યોગ્ય સારસંભાળ સાથે શિક્ષણ આપવું તેમજ કોઈ બાળક બીમાર જણાઈ તો પ્રાથમિક સારવાર બાદ તેમના વાલીને બોલાવી યોગ્ય સારવાર કરાવવા સૂચન આપવી જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application