ભાણવડમાં વીજ રીપેરીંગ દરમિયાન શોક લાગતા યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું, ઉપરાંત ખંભાળીયામાં ચૂલા પર ચા બનાવતા દાઝી ગયેલી એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું, તેમજ કલ્યાણપુરમાં પત્ની સાથે થયેલી બોલાચાલી બાદ યુવાને આપઘાત કરી લીધાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
ભાણવડ નજીકના ભરતપુર ગામના વાડી વિસ્તારમાં ગઈકાલે રવિવારે સવારના સમયે ફતેપુર ગામે રહેતા હિતેશભાઈ ભીખાભાઈ ભારવાડીયા નામના 25 વર્ષના વીજ કંપનીના ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ વીજ પ્રવાહ અંગેનું રીપેરીંગ કામ કરી રહ્યા હતા, તે દરમિયાન કોઈ કારણોસર વીજ પ્રવાહ પુનઃ ચાલુ થઈ તથા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વતની અને હાલ ભાણવડ તાલુકામાં રહેતા જીગ્નેશભાઈ કોડરભાઈ અસારી (ઉ.વ. 25, ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટ જી.ઈ.બી.)એ ભાણવડ પોલીસને કરી છે.
ચૂલા પર ચા બનાવતા દાઝી ગયેલા ખંભાળિયાના મહિલાનું મૃત્યુ
ખંભાળિયામાં મહાપ્રભુજીની બેઠક પાસે આવેલી જૂની પાંજરાપોળ નજીક રહેતા નીતાબેન ધીરજલાલ ભોગાયતા નામના 30 વર્ષની મહિલા ગત તારીખ 26 માર્ચના રોજ પોતાના ઘરે ચૂલા પર ચા બનાવી રહ્યા હતા. ત્યારે એકાએક તેણીએ પહેરેલા દુપટ્ટામાં ચુલાની જાળ લાગતા આના કારણે આખા શરીરને ગંભીર રીતે દાઝી ગયેલી હાલતમાં નીતાબેનને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ જીગ્નેશભાઈ ધીરજલાલ ભોગાયતા (ઉ.વ. 32) એ અહીં પોલીસને કરી છે.
પત્ની સાથે થયેલી બોલાચાલી બાદ કલ્યાણપુરમાં યુવાને આપઘાત કર્યો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાગપુર ગામે રહેતા કેશુભાઈ વીસાભાઈ પરમાર નામના 24 વર્ષના યુવાન ગઈકાલે રવિવારે કલ્યાણપુર તાલુકામાં તેમના સસરાના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા અને તેના ઘરે જવા માટે તેની પત્નીને કહેતા તેણીએ તેમની સાથે આવવાની ના કહી હતી. આ બાબતથી મનમાં લાગી આવતા કેશુભાઈ પરમારએ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના પિતા વીસાભાઈ ભોજાભાઈ પરમાર (ઉ.વ. 65) એ કલ્યાણપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech