પ્રખ્યાત અને પાછલા દિવસોમાં વિવાદોમાં ઘેરાયેલા શાયર મુનવ્વર રાણાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. મુનવ્વર રાણા લાંબા સમયથી બીમારીથી પીડિત હતા. તેમણે લખનઉની સંજય ગાંધી પોસ્ટગ્રેયુએટ ઇન્સ્િટટૂટ આફ મેડિકલ સાયન્સ હોસ્પિટલમાં ૭૧ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનના સમાચારની પુષ્ટ્રિ તેમના પુત્ર દ્રારા કરવામાં આવી છે. આ પહેલા તેઓ લખનૌની મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. મુનવ્વર રાણા લાંબા સમયથી કિડનીના બિમારીથી પીડાતા હતા.અને તેઓ અઠવાડિયામાં ત્રણ વખત ડાયાલિસિસ કરાવતા હતા. તેઓ ક્રોનિક કિડની ડિસીઝથી પીડિત હતા, જેના કારણે તેઓ લાંબા સમયથી જાહેર કાર્યક્રમોમાં ભાગ લઈ શકતા ન હતા.
તાજેતરમાં જ તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં ડોકટરો પાસે લઈ જવામાં આવ્યા હતા. તેઓ ન્યુમોનિયાથી પણ પીડિત હતા, જેના કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. મુન્નાવર રાણા હોસ્પિટલમાં ઓકિસજન સપોર્ટ પર હતા. મુનવ્વર રાણાની ગણના દેશના જાણીતા કવિઓમાં થાય છે. તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.
તેઓ ઉર્દૂ કવિતાની દુનિયામાં ખૂબ પ્રખ્યાત હતા. તેમને ૨૦૧૪માં સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો હતો. મુન્નવર રાણાએ માતા પરની કવિતા માટે વિશ્વભરમાં ખ્યાતિ મેળવી છે.
કવિ તરીકે મુનવ્વર રાણાનું નામ એવા મહાન સર્જકોમાં ઓળખાશે જેમણે કંઈક નવું આપ્યું. ગઝલને નવી ઓળખ આપી. મહેબૂબાના વાળ કે નખની આસપાસ અટવાતી ગઝલને તેમને પારિવારિક સંબંધોમાં લાવી; માતા, માટી અને દેશને ગઝલનો વિષય બનાવનાર આ કવિ તેમના સર્જનાત્મક કાર્ય હંમેશ માટે યાદ રહેશે.
શાક્રીય રીતે, ગઝલ વિશેષ અર્થ સાથે લખાઈ અને કહેવાઈ છે. જો કે સમયની સાથે આ શૈલીમાં કેટલાક પ્રયોગો પણ કરવામાં આવ્યા. પ્રગતિશીલ ચળવળના સમયગાળા દરમિયાન, કામદારોના અધિકારોની વાત સાંભળવામાં આવી હતી. પીડિતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો અને અવાજ ખૂબ જ બુલદં સ્વરમાં ગુંયો. પરંતુ એક મૂળભૂત પરિવર્તન ત્યારે જોવા મળ્યું યારે ગઝલ તેના પ્રેમના વાળની લટમાંથી બહાર આવી અને માતાના ખોળામાં રમતી જોવા મળી. આ પરિવર્તનના નેતા તરીકે મુનવ્વર રાણાનું નામ હંમેશા યાદ રહેશે.
મુનવ્વર રાણાના પુત્રની ઓગસ્ટ ૨૦૨૧માં રાયબરેલી પોલીસે તેના કાકા અને પિતરાઈ ભાઈને ફસાવવા માટે જૂનમાં પોતાની વિદ્ધ ગોળીબાર કરવા બદલ ધરપકડ કરી હતી. મુનવ્વર રાણાની પુત્રી સુમૈયા રાણા પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં સમાજવાદી પાર્ટીમાં જોડાઈ.
અયોધ્યાના ચુકાદા બદલ ચીફ જસ્ટીસ વેચાઈ ગયાનું કહ્યું હતું
ઓગસ્ટ ૨૦૨૦ માં, મુનવ્વર રાણાએ ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ, રંજન ગોગોઈ પર અયોધ્યા ચુકાદો આપવા માટે કથિત રીતે 'પોતાને વેચી દેવાનો' આરોપ મૂકયો હતો. તેમણે વધુમાં કહ્યું કે આ ન્યાય નથી, આદેશ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેરાવળમાં મહિલાના દાગીના તફડાવી લેનાર આંતર જિલ્લા ગેંગ ૪.૪૩ લાખના મુદ્દામાલ સાથે ઝડપાઇ
November 23, 2024 09:25 AMમહારાષ્ટ્રમાં 288 બેઠકોની મતગણતરી શરૂ, રહેશે મહાયુતિનું વર્ચસ્વ કે મહાવિકાસ આઘાડી બાજી મારશે?
November 23, 2024 09:04 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech