વર્ષ ૨૦૧૯માં સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચનારી 'હવાલ્દિમીર' નામની બેલુગા વ્હેલ નોર્વેમાં મૃત હાલતમાં મળી આવી છે. એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ ૧૪ ફૂટ લાંબી અને ૨,૭૦૦ પાઉન્ડ વજન ધરાવતી વ્હેલ પાંચ વર્ષ પહેલાં કેમેરા લગાવવા માટે તૈયાર કરાયેલા ઉપકરણો સાથે જોવા મળી હતી. ત્યાર બાદ તેને ઈન્ટરનેટ પર હવાલ્દિમીર સ્પાય વ્હેલ ઉપનામ આપવામાં આવ્યું હતું.. જે પછી મોટા પ્રમાણમાં એવી અટકળો ફેલાઈ હતી કે, આ વ્હેલ રશિયન રિકોનિસન્સ મિશનનો ભાગ હતી. હવાલ્દિમીર વ્હેલને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી છે. ૨૦૧૯માં દુનિયાને આ વિશે પહેલીવાર ખબર પડી.
આ રશિયન સ્પાય વ્હેલના શરીરમાં કેમેરા તેમજ અન્ય કેટલાક ઉપકરણો છુપાયેલા હતા, જેના દ્રારા કોઈપણ વિસ્તારના ફોટા અને વીડિયો લઈ શકાતા હતા. આ વ્હેલ તેની આસપાસના અવાજોને પણ રેકોર્ડ કરવામાં સક્ષમ હતી. એવું કહેવાય છે કે, આ વ્હેલ માણસો સાથે ખૂબ જ મિલનસાર હતી. તેના પરથી એવું અનુમાન લગાવી શકાતુ હતું કે, તે કયાંક કેદમાં હતી અને તેને પોતાની આસપાસના માણસોને જોવાની આદત હશે.
વ્હેલનું નજીકથી નિરીક્ષણ કરવા પર, તેની ગરદનની આસપાસ એક પટ્ટો દેખાયો. શરીર પર કેમેરાની સાથે મશીનો પણ લગાવવામાં આવ્યા હતા જેના પર રશિયન શહેર સેન્ટ પીટર્સબર્ગનું નામ લખેલું હતું. રશિયન નેવી વ્હેલને તાલીમ આપવા માટે જાણીતી છે. આ જ કારણ છે કે તેને રશિયાની જાસૂસ વ્હેલ માનવામાં આવે છે.
આ અંગે જળ પ્રાણીઓના નિષ્ણાતોનું કહેવું છે કે, આ બેલુગા વ્હેલ ખૂબ જ ઠંડી અને બરફીલા સ્થળોએ જોવા મળે છે. આ પહેલા ઓસ્લોના કિનારેથી તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. મીડિયા રિપોટર્સ પ્રમાણે આ વ્હેલ છેલ્લે ઓસ્લો ફજોર્ડના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં જોવા મળી હતી. નિષ્ણાતોનું માનવું છે કે, તે કદાચ બીમાર થઈ ગઈ હશે અને તેના કારણે તેનું મૃત્યુ થયુ હોઈ શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છ ફરી ધ્રુજ્યું: ભચાઉ નજીક 3.4ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો
May 14, 2025 10:13 PMરાજકોટ: છેલ્લા છ મહિનાથી પ્રોહીબીશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:35 PMરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech