ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એકટ અને ગુજરાત પબ્લિક યુનિવર્સિટી યુનિફોર્મ સ્ટેચ્યુટ અંતર્ગત જુદી જુદી વિધા શાખાઓની ડીનની નિમણૂક કરવાનો મામલો છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી ચાલી રહ્યો છે. પરંતુ 'એક સાંધે ત્યાં તેર તૂટે' તેવી સ્થિતિ જોવા મળે છે.
કોમર્સ ફેકલ્ટીના ડીન તરીકે ડોકટર પ્રીતિબેન ગણાત્રાના નામની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ છેલ્લી ઘડીએ પ્રીતિબેન ગણાત્રાએ પોતે આ જવાબદારી સ્વીકારી શકે તેમ ન હોવાથી મુકત કરવાની માગણી કરતા સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ તેનો સ્વીકાર કરી તેના પછીના સિનિયર મોસ્ટ પ્રિન્સીપાલ ડોકટર વાય. એમ. ચુડાસમાને આ જવાબદારી સોંપવાનું નક્કી કયુ હતું. ચુડાસમાએ પણ પોતે આ જવાબદારી સ્વીકારવાની ના પાડતા ત્યાર પછીના સિનિયર મોસ્ટ પ્રિન્સિપાલ જે. એલ. ગરમોરાને ડીન તરીકે નિમણૂક આપવામાં આવી છે.
આવું જ કંઈક હોમિયોપેથી ફેકલ્ટીમાં થયું છે. હોમીઓપેથી ફેકલ્ટીમાં ડીન બનવા માટે કોઈ તૈયાર ન હોવાથી લાંબા સમય સુધી આ ફેકલ્ટીના ડીનના નામની જાહેરાત કરવામાં આવી ન હતી અને તેના કારણે ફેકલ્ટીઓના ડીનની રચના અધુરી રહેવા પામી હતી. આ પરિસ્થિતિ નિવારવા માટે કુલસચિવે ગઈકાલે મોડી સાંજે પરિપત્ર જાહેર કરીને આ ફેકલ્ટીના સિનિયર મોસ્ટ પ્રોફેસર કલ્પિત આર. સંઘવીને ડીન તરીકે જાહેર કર્યા છે.
નવા કાયદાની જોગવાઈ મુજબ ફેકલ્ટી ડીનની મુદત પાંચ વર્ષ અથવા વય નિવૃત્તિ સુધી અથવા તેઓ નિયુકિતની પાત્રતા ધરાવતો હોદ્દો ધારણ કરતા હોય ત્યાં સુધી એટલે કે ત્રણ પૈકી જે સમયગાળો ઓછો હશે તે સમયગાળા સુધી તેમની નિયુકિત ચાલુ રાખવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech