જૂનાગઢ પંથકમાં સતત ૪થા દિવસે કાતિલ ઠંડી

  • January 17, 2023 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ ઠંડીમાં અંશત ઘટાડો ઠાર યથાવત રહેતા શહેરીજનો ધ્રુજયા, સતત ચોથા દિવસે સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાયું છે. જૂનાગઢ શહેર ૭.૨, ગિરનાર પર્વત ૨.૨ તાપમાન જોવાયું હતું.જૂનાગઢમાં શિયાળાની ઠંડી અસલ રંગમાં હોય તેમ સતત ચોથા દિવસે શહેરીજનો કડકડતી ઠંડીને પગલે ધ્રુજી ઉઠયા છે. આજે નોંધાયેલા હવામમાન મુજબ જૂનાગઢ શહેરમાં લઘુતમ તાપમાન ૭.૨, ભવનાથ તળેટી ૫.૨, ગિરનાર પર્વત ૨.૨, વાતાવરણમાં ભેજ ૭૬ ટકા અને ૫.૪ની ઝડપે પવન ફૂંકાયો હતો. ગઇકાલે લઘુતમ તાપમાન ૬.૩ સાથે આ સીઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જોકે આજે તાપમાનમાં એક ડીગ્રીનો અંશત વધારો થયો હતો. ઠાર યથાવત રહેતા શહેરીજનો કડકડતી ઠંડીથી ધ્રુજી ઉઠયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application